/  Blog  /  વાસ્તુશાસ્ત્ર ભાગ-૨ (vastu shastra bhag 02)

વાસ્તુશાસ્ત્ર ભાગ-૨ (vastu shastra bhag 02)

vastu shastra bhag 1
વાસ્તુ શાસ્ત્ર ભાગ ૧

વાસ્તુશાસ્ત્ર ભાગ-૨

રહસ્ય એવું છે કે કેટલા લોકો એવું વિચારે છે વાસ્તુશાસ્ત્રથી જો મકાન બનાવવામાં આવે તો અમે બધા દુઃખોથી કેવી રીતે છુટીએ? અમને શાંતિ કેવી રીતે મળે?

આજે તમને એવો પણ વિચાર આવે કે જેના મકાનો વાસ્તુશાસ્ત્રથી બન્યા છે, તે લોકો પણ કષ્ટ ઉઠાવે છે, અને તેમને કષ્ટ પડે છે, આ વાત ઘણી સમજવા જેવી છે,

પરંતુ ગીતા ની અંદર એવું કહ્યું છે કે માણસને શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? જયારે તે કામના-મમતાનો ત્યાગ કરે ત્યારે તેને શાંતિ મળે છે,

જો તમારુ મકાન વાસ્તુશાસ્ત્રથી બનેલું હશેતો કે પછી પૈસા તમારી પાસે હશે કે નહી હોય તો પણ કામના અને મમતાથી તમે દુર રહેશો અને તેથી તમને શાંતિ પ્રાપ્ત થશે, બીજી દ્રષ્ટીએ જોઇએ તો વાસ્તુશાસ્ત્રથી માણસને પોતાના ઘરમાં ૧૦૦% નહી પરંતુ ૭૦% તો રાહત મળે જ છે, પરંતુ બીજી રીતે આપને જોઈએ તો,

આપણી કહેવત છે “વૈદ્ય વૈદ્યનું કહે,

જ્યોતિષ જ્યોતિષનું કહે,

સમાજ સમાજનુ કહે”,

વૈદ્ય કફ-પિત્ત અને વાત રોગ ઉત્પન્ન થવાનું કરણ બતાવે, જેમા ત્રણ નાડી હોય છે, કફ નાડી, પિત્ત નાડી અને વાત નાડી,

 જયોતિષીઓ ગ્રહોની ગતિ બતાવે છે કે આ ગ્રહોના કારણે તમને આ બીમારી થઇ,




માતાજીના સાધકો(ભુવા) જે પ્રેત વિદ્યા, ભૂત વિદ્યા જાણતા હોય તે એમ કહે છે ભૂતપ્રેતથી આ રોગ તમને થયેલો છે,

સાધુ અને સંતો છે અને મુનીઓ છે તે લોકો તમારા પ્રારબ્ધ કર્મને કારણ માને છે તે લોકો એવું કહે છે કે પ્રારબ્ધ ફળના કર્મને કારણે તમે પીડા ભોગવી રહ્યા છો.

પ્રારબ્ધના જે કષ્ટ છે જે રોગ છે તે ઓછો થાય છે,

પરંતુ પૂર્ણ રીતે તે રોગની જયારે તમે ચિકિત્સા કરાવો ત્યારે તે રોગ વહેલો મટી પણ જાય છે, વાસ્તુવિદ્યાના અધિકાંશ  ગ્રંથ લુપ્ત થઇ ગયા છે અને જે મળે છે તેમાં પરસ્પર મતભેદ છે, ગૃહ-વાસ્તુ, પ્રાસાદ-વાસ્તુ, નગર-વાસ્તુ, પુર-વાસ્તુ, દુર્ગ-વાસ્તુ, વિશ્વકર્મા-વાસ્તુ આ બાધા અનેક પ્રકારના ભેદ રહેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: