Home Festivals Holi Festival 2017 | હોળી તહેવાર ૨૦૧૭

Holi Festival 2017 | હોળી તહેવાર ૨૦૧૭

તા.૧૨-૦૩-૨૦૧૭ રવિવાર સવંત ૨૦૭૩ ના ફાગણ સુદી પુનમ HOLI

આ દિવસે વ્રતની પૂનમ છે. હુતાશન હોળી-હોલીકાદાહન શ્રી મહાપ્રભુ ચૈતન્ય જયંતી હોળાષ્ટક સમાપ્ત ક.મિ. ૨૦:૨૪ સુધી, નક્ષત્ર-પૂર્વફાલ્ગુની, યોગ:શુલ કરણ:વિષ્ટિ ચંદ્રરાશી:સિંહ ક.મિ.૨૩.૫૪ સુધી તેમજ તા.૧૩-૦૩-૨૦૧૭ ફાગણ વદી એકમ(૧)ને સોમવાર ધૂળેટી, વસંતોત્સવ પ્રારંભ, આમ્રકુસુમપ્રાશન (નો સ્મોકિંગ ડે). તા.૧૭-૦૩-૨૦૧૭ ફાગણવદી પાંચમ શુક્રવાર રંગપંચમી, શ્રી રણછોડરાયજીનો ષોડશોપચાર પૂજન વિધિ (ડાકોર). આ વર્ષ હોળીનો તહેવાર નવી ચેતના આપનારો છે, આ તહેવાર ખુશી તેમજ કામયાબી આપનારો છે. ભારતના પ્રમુખ તહેવારોમાં આ એક મહત્વનો તહેવાર છે. આ તહેવાર પ્રેમ અને નિખાલાસ ભાવથી દુશ્મનાવટ ભુલીને એક-બીજાને રંગ લગાવવાનો છે, ભારત સિવાય નેપાળ અને અન્ય ભારતીય પ્રવાસી દેશોમાં આ તહેવારને ધુમધામથી મનાવાય છે, હિંદુ પંચાંગ અનુસાર આ તહેવાર ફાગણ મહિનાની પુનમના દિવસે મનાવાય છે. હોળીનો તહેવાર હોલિકા અથવા હોલાકાના નામથી ઓળખવામાં આવે છે. રંગોનો આ તહેવાર બે દિવસ મનાવવામાં આવે છે. પ્રથમ દિવસે હોળીને દહન કરવામાં આવે જેમાં હોલીકાનું દહન થાય છે. બીજા દિવસે એકબીજાને રંગથી રંગે છે. ઘરે-ઘરે જઈને તેમજ એકબીજાના ઘરે જઈને રંગ લગાવાય છે, ખજુર, ધાણી, ચણા ખાવામાં આવે છે, હોળીનો ઉપવાસ પણ કરે છે અને સાંજના ટાઈમે દાળ, ભાત, શીરો, પૂરી, લાડુ વગેરે બનાવીને પરિવારના સભ્યો સાથે ભોજન કરે છે અને અન્યને પણ કરાવે છે. આ દિવસે આ તહેવાર પ્રેમની નિશાની તરીકે પણ ગણવામાં આવે છે, આ ફાગણ મહિનાને ફાલ્ગુની પણ કહે છે. ભારતમાં મુખ્ય વ્રજ, મથુરા, વૃંદાવન અને બનારસમાં લઠ્ઠમાર હોળી ખેલાય છે. શ્રીનાથજી અને કાશી(વારાણસી) આદી હોલી ઘણી જ પ્રસિદ્ધ છે. કાનાવાળી હોળી પાંચ દિવસ સુધી મનાવાય છે, હોળીના દિવસોમાં કેટલાક લોકો પોતાનો ખરાબ ઈરાદો રાખીને હોળીના ત્યૌહાર બદનામ કરે છે, આ દિવસે ભાંગ-શરાબ તેમજ અન્ય નશા કરીને ધાંધલ-ધમાલ મચાવે છે, આવારા લોકો તેમજ છોકરા-છોકરીઓ(યુવક-યુવતીઓ) હોળી તહેવાર ના નામ ઉપર છેડખાની કરે છે, આ બધું ના થાય તેના માટે કુટુંબીજનોએ તથા આગેવાનોએ ધ્યાન રાખવું જરૂરી છે અને પોતાની જાતે આવી ખરાબ આદતોથી બચવું જોઈએ. આવી રીતે જે માણસો ધાંધલ-ધમાલ કરતા હોય તેમને સબક પણ શીખવાડવો જોઈએ. હોળી પર્વની શુભ-કામના.

ContactUs.com