Home Horoscope

Horoscope

rashi bhavishya

રાશી એટલે શુ?

સર્વ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા માટે જે માર્ગમાં ભ્રમણ કરે છે અને આપણે સૂર્યને વચ્ચે રાખીને એક વર્તુળ બનાવીએ એવો આ માર્ગ થાય. આ લંબગોળ છે. ૩૬૦ અંશ નું થાય છે. આપણા ઋષિમુનિઓએ જ્યોતિષ વિદ્યાની આ એક બહુ મોટી અમુલ્ય ભેટ આપેલી છે. જે ભ્રમણ કક્ષા છે તેને ૧૨ ભાગમાં વહેચવામાં આવે છે અને તેનો એક ભાગ ૩૦ અંશ નો થાય છે. આ જે ૧૨ ભાગ થયા તે એક એક ભાગને રાશીનું સ્વરૂપ આપેલું છે. ભ્રમણ કક્ષાના માર્ગ ઉપર અસંખ્ય નાના-મોટા તારાઓ છે. પૃથ્વી ઉપરથી આ તારાઓને નિહાળતા એક આકાર બને છે અને તે એક વિભાગમાં દર્શિત થાય છે. જે આકાર બને છે તેના ઉપરથી રાશીના નામ પડ્યા છે. દા.ત : મેષ રાશિમાં તારાઓનો આકાર ઘેટા જેવો લાગ્યો તેથી તેનું નામ “મેષ” અને ચિન્હ “ઘેટું” થયું. આ પ્રમાણે બારેબાર રાશી તેનું મહત્વ ધરાવે છે. બાર રાશીઓ સત્યાવીસ નક્ષત્રમાં સમાયેલી છે. દરેક નક્ષત્રમાં રાશી સમાયેલી હોવાથી તેને રાશી તરીકે નક્ષત્ર દ્વારા ઓળખવામાં આવે છે. બાર વિભાગમાં વહેચાયેલી રાશીઓ નક્ષત્રના આધારે અને તેના ચાર ચરણોના આધારે જાતકનું નામ આપણે નક્કી કરીએ છીએ અને બીજી રીતે અક્ષરોથી પણ રાશી ઉપરથી પણ આપણે નામકરણ કરીએ છે. આ બન્ને વિભાગથી રાશીનું સ્વરૂપ ઓળખાય છે. બાર રાશીઓમાં સૂર્યથી આરંભી કેતુ સુધીના ગ્રહો ભ્રમણ કરે છે. રાશી મંડળમાં સૂર્ય-ચંદ્ર પિંડ તરીકે ઓળખાય છે. મંગળ-બુધ-ગુરુ-શુક્ર અને શનિ આ રાશી મંડળમાં ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. રાહુ-કેતુ રાશી મંડળમાં છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે જોતા સત્યાવીસ નક્ષત્ર, નવ ગ્રહ દ્વારા એક રાશી મંડળ બને છે. દરેક રાશીના રંગ, રૂપ, કાર્ય અલગ-અલગ છે. રાશીઓના સ્વામી અલગ-અલગ છે. ક્રમશ: મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, શનિ, ગુરુ.

 

મેષ રાશી માર્ચ -૨૦૧૬
વૃષભ રાશી માર્ચ-૨૦૧૬
મિથુન રાશી
કર્ક રાશી માર્ચ ૨૦૧૬
સિંહ રાશી માર્ચ ૨૦૧૬
કન્યા રાશી માર્ચ-2016
તુલા રાશી માર્ચ-૨૦૧૬
vruschik rashi march-2016
ધન રાશી માર્ચ-૨૦૧૬
મકર રાશી માર્ચ-૨૦૧૬
કુંભ રાશી માર્ચ-૨૦૧૬
મીન રાશી માર્ચ-૨૦૧૬
ContactUs.com