Home Horoscope DHANU RASHI

DHANU RASHI

sagittarius

Dhan Rashi / ધન રાશી (ભ, ધ, ફ, ઢ)

ધન રાશીના અક્ષરો ભ, ધ, ફ અને ઢ છે. રાશી ચક્રની આ નવમી રાશી છે. ૨૪૦° થી ૨૭૦° સુધીના વિસ્તારને ધન રાશી કહે છે. મૂળ નક્ષત્ર પૂર્વાષાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્રના યોગથી ધન રાશી બને છે. આ રાશીના ૨૪૦° થી ૨૫૦° તથા ૨૬૦° સુધીના વિસ્તાર પર ગુરુની સાથે મંગળનો પણ પ્રભાવ છે. ૨૬૦° થી ૨૭૦° સુધીના વિસ્તાર પર ગુરુની સાથે સૂર્યનો પ્રભાવ પણ છે. આ રાશીથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષણ શરીર ધરાવે છે. સપ્રમાણમાં શરીર હોવાથી આ જાતકો ઉપર અન્ય વ્યક્તિઓ વશીભૂત થાય છે. આ જાતકનું કપાળ ભવ્ય હોય છે. નાક લાંબુ હોય છે. ચમકતી મોટી આંખો, ચહેરો પ્રભાવશાળી અને મોહક હોય છે. રંગ ઉજળો હોય છે.

આ રાશીનું તત્વ અગ્નિ તત્વ છે. રાશીના સ્વભાવ દ્વિસ્વભાવ છે. રાશીનું ફળદાયીત્વ અલ્પપ્રસવ છે. રાશી અને અવયવો જોતા જાંગનો ભાગ જોવાય છે. રાશીની દિશા પૂર્વ છે. રાશીને રહેવાનું સ્થળ અશ્વના તબેલા, રથવાળા વિગેરે સ્થાન છે. આ રાશીનો રંગ બે પ્રકારનો છે. સફેદ પણ છે અને પીળો પણ છે. પૃષ્ઠોદય રાશી છે. ક્ષત્રિય વર્ણ છે. આ રાશીથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક અને થોડું ઉચાઇવાળું પણ હોય છે. જાતકો ખુબજ બહાદુર હોય છે. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ તે ડરતા નથી. જે કઈ ચેલેન્જ હોય તે ચેલેન્જ ને તેઓ સ્વીકારે છે. બીજાનાથી જલન થાય છે. સ્વભાવ તીખો અને ગળ્યો બંનેવ છે. પ્રગતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ રાશીઓ મહત્વકાંકક્ષા પૂરી કરવા મહેનત પણ ખુબ કરે છે અને સામેવાળી વ્યક્તિની ચિંતા આ જાતકો કરતા નથી. કોઈનાથી ડરતા નથી અને કોઈની ખુશામત કરતા નથી. સ્પષ્ટ વક્તા તથા કોઈને કહેવામાં શરમ રાખતા નથી. તમારા શબ્દોની અસર સામેવાળા ઉપર કેવી થશે તેની ચિંતા રાખતા નથી. આમ નિર્ણય શક્તિ પણ સારી હોય છે. લોકોને ધુતવામાં સારો અભ્યાસ હોય છે. મધ્યમ માર્ગી હોતા નથી. અહમતા અને પ્રમાણિકતા બંને રહેલા છે. સ્વભાવ કરકસરવાળો હોય છે. એકાંતપ્રિય અને શાંતિપ્રિય માણસો આ જાતકને જોઈએ છે. આ જાતકનો મકર રાશીનો પ્રભાવ છે. જેથી મન હંમેશા વિસ્તારવાળું હોય છે પણ તેવું હોતું નથી. વગર વિચાર્યું પગલું ભરવું નહી. કારણ કે આ સુખને હરનાર છે.

ContactUs.com