Home Horoscope KANYA RASHI

KANYA RASHI

virgo

Kanya Rashi / કન્યા રાશી (પ, ઠ, ણ)

આ રાશીના અક્ષરો પ, ઠ અને ણ છે. આ રાશી ચક્રમાં કન્યા રાશીનો નંબર છઠ્ઠો આવે છે. ૧૫૦ અંશથી ૧૮૦ અંશના વિસ્તારને કન્યા રાશી કહે છે. આ રાશીમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ત્રણ ચરણ, હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રના બે ચરણનો સમાવેશ થાય છે. દ્વિસ્વભાવ તથા પૃથ્વી તત્વ ધરાવતી આ રાશીના ૧૫૦ અંશથી ૧૬૦ અંશ ના વિસ્તાર પર બુધનો પ્રભાવ હોય છે. જયારે ૧૬૦ અંશથી ૧૭૦ અંશ સુધીના વિસ્તાર પર શનિનો પ્રભાવ હોય છે. અને ૧૭૦ અંશથી ૧૮૦ અંશ સુધીના વિસ્તાર પર શુક્રનો પ્રભાવ છે. આ રાશીના માલિક બુધ છે. કન્યા રાશીનું આધિપત્ય આંતરડા, જઠર અને કાળજા ઉપર છે. દિશા દક્ષિણ છે. નિવાસ સ્થળ કોમળ ઘાસનો પ્રદેશ અને સ્ત્રીઓનું ક્રીડા ભવન છે. આ રાશીનો આકાર એક હાથમાં ધાન્ય અને બીજામાં અગ્નિ એવી નૌકામાં બેઠેલ છે. રંગ ચિત્ર-વિચિત્ર છે. શીર્ષોદય રાશી છે. વર્ણ શુદ્ર છે.

આ રાશીનો પ્રભાવ જે જાતક પર હોય છે તેમની ઉચ્ચાઈ સારી હોય છે. નાક સીધું હોય છે. કોઈ કોઈ જાતકને ગાલ જાડા હોય છે. કપાળ નાનું હોય છે, ડોક લાંબી હોય છે, છાતી-કમર વગેરે એક સરખો બાંધો હોય છે, શરીરનો રંગ ઉઘડતો અને ગૌવર્ણો હોય છે.

જીવનમાં વિવિધતા ખુબ ગમે છે. એક સરખું તેમને ક્યારેય ગમતું નથી. તેમના ઘરમાં પણ તેઓ સામાનની જગ્યા બદલતા રહે છે. કપડા પણ ખુબ બદલતા રહે છે. ફેશનની સાથે રહેવામાં આ રાશીથી પ્રભાવિત વ્યક્તિ સારા વિવેચક હોય છે. બીજાની ભૂલ શોધવામાં હોશિયાર હોય છે. ભૌતિક સુખો પ્રાપ્ત કરવાની મહત્વ કાંક્ષા હોય છે. સ્વભાવ સ્વાર્થ અને નિસ્વાર્થ બંને હોય છે. પોતાનું હિત સૌપ્રથમ જોવે છે. વિચારીને કામ કરવાની ટેવ હોય છે. સલાહ બધાની લે છે પણ કાર્ય મનથી કરે છે. વિચારવાની ટેવ ખુબજ હોય છે. માણસોને ઓળખવામાં તેઓ પાવરધા હોતા નથી. આ રાશીના જાતકોને વિસ્તાર પૂર્વક વાત કરવાની ટેવ હોય છે. આળસુ ઓછા હોય છે. જીભે જ સુરા હોય છે. અમુક કામમાં તેઓ પાછા પડે છે. કોઈ કોઈ વખત આત્મવિશ્વાસનો અભાવ હોય છે. સામેવાડાના નબળા પાસા છતાં કરવાની આદતને કારણે દુશ્મનાવટ ઉભી કરે છે. ખાવાના ખુબ શોખીન હોય છે. કોઈ કોઈ જાતકોનું લગ્ન જીવન દુખી હોય છે.

ContactUs.com