Home Horoscope KARK RASHI

KARK RASHI

cancer

 Kark Rashi / કર્ક રાશી (ડ, હ)

કર્ક રાશીના અક્ષરો ડ અને હ છે. રાશી ચક્રનું ચોથું સ્થાન છે. ૯૦ અંશથી શરૂ થઈને ૧૨૦ અંશ સુધીના વિસ્તારને કર્ક રાશી ખે છે. પુનર્વસુ નક્ષત્રનું પહેલું ચરણ પુષ્ય નક્ષત્ર અને આશ્લેષા નક્ષત્રના સમન્વયથી કર્ક રાશી બને છે. કર્ક રાશી પર ચંદ્રનું પ્રભુત્વ છે. પરંતુ તેની સાથે અંશના પ્રમાણે બીજા ગ્રહોની પણ અસર છે. ૯૦ અંશથી ૧૦૦ અંશ સુધીના વિસ્તાર પર મંગળનું પ્રભુત્વ ચંદ્રની સાથે છે અને ૧૧૦ અંશથી ૧૨૦ અંશ સુધીના વિસ્તાર પર ચંદ્રની સાથે ગુરુનો પણ પ્રભાવ હોય છે.

કર્ક- રાશીનું તત્વ- આ રાશીનું તત્વ જળતત્વ છે. રાશીનો સ્વભાવ ચર છે. રાશીની દિશા ઉત્તર છે. ચાટી અને પેટ ઉપર આધિપત્ય છે. રાશીનું નિવાસ સ્થળ વિહારના સ્થળ, તળાવ, જળાશય, નદી, સમુદ્રનો નજીકનો પટ. રાશીનો આકાર કરચલાના આકારની આકૃતિ. કર્ક રાશીનો રંગ બદામી. પૃષ્ઠોદય રાશી છે. રાશીનો વર્ણ શુદ્ર છે.

કર્ક રાશીના પ્રભાવમાં  જે જાતકો હોય છે તે સુંદર હોય છે. તેઓનો રંગ ગોરો ખી શકાય છે. નાજુક સુંદર શરીર તેઓનું હોય છે. મોટી આંખો. પાતળું નાક, પાતળા હોઠ, તેમની સુંદરતામાં વધારો કરે છે. કર્ક રાશીથી પ્રભાવિત જાતકનું શરીર ઉંમર વધતા જાડું થાય છે. ચંદ્ર કળા જેમ બદલાય તેમ આ રાશીના પ્રભુત્વ નીચે જે જાતક હોય છે તેઓનો સ્વભાવ બદલાય છે. ફક્ત સ્વભાવ જ નહી પરંતુ તેમના શોખ , જીવન વગેરે ઘણું બધું બદલાય જાય છે. આવા જાતક ખુબ ચંચળ હોત છે. એક જગ્યાએ બેસી રહે તો આ જાતક કર્ક રાશી પ્રધાનના ના કહેવાય. લાગણી પ્રધાન વ્યક્તિત્વ આ તેમની મોટામાં મોટી ખાસિયત છે. કલ્પના કરવી, જાતજાતના તુક્કા લગાવાનું તો કોઈ એમની પાસેથી જ સીખે. તેઓ વાતોડિયા ખુબ જ હોય છે. જમ્યા વગર ચાલે પણ વાતો વગર ના ચાલે. ક્યારેય એકલા રહી જ ન શકે. તેઓની યાદ શક્તિ ખુબ જ સારી છે. સમાજના બંધન, સમાજે બનાવેલા નિયમ તોડવા આ જાતકો માટે ખુબ અઘરા હોય છે. રીતી-રીવાજોની મર્યાદામાં જ  રહેવાનું પસંદ કરે છે. આ જાતકોનો ક્રોધ ક્ષણીક હોય છે. બહુ વિશાળ દિલના હોય છે. સામેવાળાની ભૂલ સરળતાથી માફ કરીદે છે. યુવાનીમાં તબિયત સારી રહેતી નથી. તંદુરસ્તી તેઓની સારી ઉંમરની સાથે થાય છે. બધા જ રોગોનું મૂળ તેમનો લાગણી પ્રધાન સ્વભાવ છે. ચિંતા કરવી તે લાક્ષણીકતા છે. કર્ક રાશીનો માલિક ચંદ્ર છે.

ContactUs.com