Home Horoscope KUMBH RASHI

KUMBH RASHI

aquarius

Kumbh Rashi / કુંભ રાશી (ગ, ષ, સ, શ)

કુંભ રાશીના અક્ષરો ગ, ષ, સ અને શ છે. રાશી ચક્રની આ કુંભ રાશી અગિયારમી રાશી છે. ૩૦૦° સુધીના વિસ્તાર પર કુંભ રાશીનો પ્રભાવ છે. ધનિષ્ઠા નક્ષત્રના બે ચરણ શતભીષક નક્ષત્ર અને પૂર્વાષાઢા નક્ષત્રના ત્રણ ચરણના સંયુક્ત પ્રભાવ નીચે આ રાશી આવેલી છે. આ રાશીનો માલીક શની છે. ૩૦૦° થી ૩૧૦° શનીનું પ્રભુત્વ છે. ૩૧૦° થી ૩૨૦° સુધી બુધનું પ્રભુત્વ છે. ૩૨૦° થી ૩૩૦° સુધીનો વિસ્તાર શુક્રના પ્રભાવમાં છે. સ્થિર સ્વભાવની આ કુંભ રાશી દિવસમાં અને પશ્ચિમ દિશામાં બળવાન બને છે.

આ રાશીનું તત્વ વાયુ તત્વ છે. સ્થિર રાશી છે. નિતંબ ઉપર તેનું આધિપત્ય છે. પશ્ચિમ દિશા છે. નિવાસ સ્થાન પાણીથી ભરેલી હાંડી અંદ પાણિયારું તેના ઉપર છે. કુંભ ધારણ કરનાર પુરુષનો આકાર છે. રંગ ભૂખરા કલરનો છે. રાશી શીર્ષોદય છે. બ્રાહ્મણ વર્ણ છે.

આ રાશીનો પ્રભાવ જ વ્યક્તિ પર હોય છે. સ્ત્રીઓનું શરીર લાંબુ હોય છે. શરીર પ્રમાણસર હોય છે. ચહેરો ગોળ હોય છે. આંખો કાળી અને સુંદર હોય છે. કપાળ થોડું ઊંચું હોય છે. વાળ થોડા ભૂખરા હોય છે. વાયુ તત્વની રાશી હોવાથી બુદ્ધિ પ્રધાન હોય છે. દરેક વસ્તુને બુદ્ધિથી તર્કથી ચકાસવાનો પ્રયત્ન કરે છે. કેટલાક મુદ્દાઓને પ્રધાનતાથી તે આગળ વધારે છે. આગળ પડીને કામ કરતા નથી. બીજાના અનુભવ ઉપરથી પોતાનો પ્રોગ્રામ બનાવે છે. યાદશક્તિ ઘણી સારી હોય છે. વાણીમાં મીઠાસ હોય છે. સામેવાળાને ખોટું ના લાગે તેનો ખ્યાલ રાખે. પરંતુ મૂળમાં હોય અથવા ઉગ્ર સ્વરૂપમાં હોય તો કાણાને કાણો કહી દે. ખોટો દંભ કરવાનો ગમતું નથી. કોઈપણ કાર્યમાં ચાલશે શબ્દનો વધારે ઉપયોગ કરે છે. થોડુક છળકપટ અને દ્વેષ પણ રાખે છે. વિચારોમાં પોતે મક્કમ હોય છે. ચીલા ચાલુ કામ કરવામાં રસ હોતો નથી. ઘર તેમનું સુંદર સજાવટવાળું હોય છે. મિત્રો વધારે હોય છે.

ContactUs.com