Home Horoscope KUMBH RASHI AQUARIUS RASHI DAILY HOROSCOPE GUJARATI

AQUARIUS RASHI DAILY HOROSCOPE GUJARATI

aquarius

Aquarius Rashi Daily Horoscope Gujarati

રાશી ભવિષ્ય આપની આજ તા: ૦૮-માર્ચ-૨૦૧૭ આપનું આજનું રાશી ભવિષ્ય (Rashi Fal Gujarati) સંવત: ૨૦૭૩ ફાગણ  સુદી અગિયારસ(૧૧) ને બુધવાર

કુંભ (ગ, શ, સ, ષ)

AstroGujarati કહે છે કે આપની આજની રાશી આજે તમે સામાજીક કાર્યક્રમમાં જોડાશો. સમાજ પ્રત્યેની તમારી શુભ ભાવના આજે સફળ થશે. બીજા લોકોની સેવા કરીને તમારું મન આનંદિત રહેશે. આજે સમાજ સેવા દ્વારા તમારા સંપર્ક વધારે મજબુત બનશે. મોટા અધિકારીઓ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ સાથેના સબંધો વધુ નજદીક બનશે. સમસ્યાઓનું સમાધાન સકારાત્મક રીતે થશે. પરંતુ કોઈપણ વ્યક્તિની સાથે બોલવાનું હોય અથવા વાત કરવાની હોય તો જોઈ વિચારીને બોલવું જે આપના માટે શુભ રહશે. આડૂઅવડુ કદાચ બોલાઈ જાય નહિ તેનું ધ્યાન રાખવું પડશે. ટૂંકમાં આજે વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. આજે પ્રેમ સંબંધ બગડે નહી તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જૂની વાત કાઢીને બંને વચ્ચે તકરાર થાય અને છુટા પડવાના યોગ પણ આજે બની શકે તેમ છે. શેરબજારમાં જોખમ વાળા સોદાઓ કરવા નહિ. આજે મોટી લોસ થઇ શકે. ગરમ પાણીથી એક વખત આજે કોગળો કરવો જરૂરી છે જેથી શુભત્વ જોવાશે. વિદ્યાર્થી વર્ગ માટે આજે સારું છે

Weekly Horoscope
Montly Horoscope
Yearly Horoscope
ContactUs.com