Home Horoscope MAKAR RASHI

MAKAR RASHI

capricon

Makar Rashi / મકર રાશી (ખ, જ)

આ રાશીના અક્ષરો ખ અને જ છે. ૨૭૦° થી ૩૦૦° સુધીના વિસ્તારને મકર રાશી કહેવામાં આવે છે. રાશી ચક્રની આ દશમી રાશી છે. ઉત્તરાષાઢા નક્ષત્રના ત્રણ ચરણ, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રના બે ચરણના સમન્વયથી આ રાશી બને છે. આ રાશી પર શનીનો પ્રભાવ હોય છે. તેમાં ૨૭૦° થી ૨૮૦° સુધીના વિસ્તાર પર શનીનો પ્રભાવ હોય છે. જયારે ૨૮૦° થી ૨૯૦° સુધીનો વિસ્તાર શની સાથે શુક્રનો પણ પ્રભાવ હોય છે. અને ૨૯૦° થી ૩૦૦° સુધી શનીની સાથે બુધનો પ્રભાવ હોય છે.

આ રાશી પૃથ્વી તત્વ રાશી છે. રાશીનો સ્વભાવ ચર છે. ગુટણનો ભાગ, દક્ષિણ દિશા, નદી અને સમુદ્ર નિવાસ સ્થળ, હરણ જેવો મોઢાવાળો મગર આ રાશીની કૃતિ છે. રંગ કાબરચિત્રો કાળો. પૃષ્ઠોદય રાશી, શુદ્ર વર્ણ. મકર રાશીથી પ્રભાવિત વ્યક્તિનો બાંધો નબળો લાગે. આ જાતકોનો વિકાસ ધીમો ધીમો જ હોય છે. શરીરનો બાંધો પાતળો અને ઉચ્ચાઈ સારી હોય છે. તેઓનું માથું થોડું મોટું હોય છે. કપાળ થોડું નાનું કહી શકાય પરંતુ આંખો મોટી હોય છે. આ રાશીથી પ્રભાવિત વ્યક્તિનું શરીરનો વાન ઘઉંવર્ણો હોય છે. પરંતુ બધું મળીને તેમનું વ્યક્તિત્વ સારું હોય છે. મકર રાશીથી પ્રભાવિત જાતક ક્યાંતો એકદમ પ્રમાણિક હોય છે. ક્યાંતો જબરજસ્ત ધુત કરનાર હોય છે. મકર રાશીના જાતક મધ્યમ માર્ગી હોતા નથી. મકર રાશી ત્યાગ અને પ્રમાણિકતાની રાશી છે. તેથી આ રાશીથી પ્રભાવિત વ્યક્તિઓ ત્યાગી હોય છે- પ્રમાણિક હોય છે. પરંતુ આ વ્યક્તિઓ જયારે જીવનથી કંટાળે છે ત્યારે બિલકુલ તેની વિરુદ્ધ દિશામાં જાય છે. સ્વાર્થી અને અપ્રમાણિક બની જાય છે. સ્વભાવ ખુબ કરકસરવાળો હોય છે. એકાંત પ્રિય અને શાંતિ પ્રિય હોય છે. મન હંમેશા વિચારોમાં લાગેલું હોય છે. કોઈને કોઈ વિચારતા જ હોય છે. તેથી તેમનો દેખાવ ચિંતાતુર હોય છે. મકર રાશીના જાતકો વ્યવહારુ હોય છે.  તેમનો સ્વભાવ પણ સારો હોય છે. કોઈ કોઈ વાર આ રાશીના જાતકોને લોકો છેતરી જતા હોય છે. સામેની વ્યક્તિને ચકાસવામાં થાપ ખાઈ જાય છે. કોઈ વખત કોઈ ગુનો કરતા પણ અચકાતા નથી. જુઠ્ઠું બોલવું-છેતરી લેવું આ તેમનો ડાબા હાથનો ખેલ થઇ જાય છે. આ જાતકો પોતાની જાતે કાર્ય કરી શકતા નથી. તેઓને હંમેશા કોઈની પણ જરૂર પડે છે. સોપેલું કાર્ય સુંદર રીતે પાર પાડે છે. થોડી સ્વાર્થ શક્તિ હોય છે. ઈચ્છા શક્તિ પ્રબળ હોય છે. સંકાશીલ પ્રભાવ હોય છે જેથી વસ્તુ લેતી વખતે ચકાસીને લે છે. ક્રોધ ગણો આવે છે પણ વ્યક્ત કરતા નથી. આ જાતકોને ઘુટણની તકલીફ, બ્લડ પ્રેસર, વિટામીન સી ની ઊણપતા, ગેસની તકલીફ હોય છે.

 

ContactUs.com