Home Horoscope MEEN RASHI

MEEN RASHI

pisces

Meen Rashi / મીન રાશી (દ, ચ, જ, થ)

મીન રાશીના અક્ષરો દ, ચ, જ અને થ છે. રાશી ચક્રની આ છેલ્લી રાશી તે મીન રાશી છે. તેનો આકાર માછલીનું યુગલ છે. ૩૩૦° થી ૩૬૦° સુધીનો વિસ્તાર આ રાશીનો રાશીપતી ગુરુ છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રનું ચોથું ચરણ ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર અને રેવતી નક્ષત્રના સંયુક્ત અસર એટલે મીન રાશી તેમાં ૩૩૦° થી ૩૪૦° સુધીના વિસ્તાર પર ગુરુનું પ્રભુત્વ છે. ૩૪૦° થી ૩૫૦° સુધી ગુરુની સાથે ચંદ્ર છે. ૩૫૦° થી ૩૬૦° સુધી ગુરુની સાથે મંગળ છે.

દ્વિસ્વભાવ ધરાવતી આ રાશીનો માલિક ગુરુ છે. હંસક વારી છે. વર્ણ વિપ્ર છે. વૈશ્ય જળચર છે. આ રાશીનું નિવાસ સ્થાન સમુદ્ર છે. આ રાશી ચોથા સ્થાનમાં સૌથી વધારે બળવાન બને છે. કાલ પુરુષની કલ્પનામાં આ રાશી પગના પંજા દર્શાવે છે. આ રાશીનું પરમ ઉચ્ચત્વ તથા આ રાશીનો રંગ થોડો મેલાસવાળો છે. જળ તત્વ છે. તેથી ફળદ્રુપ છે.

મિલનસાર સ્વભાવ જાતકનું શરીર થોડું ભરાવદાર, આંખો મોટી, વાળ સુવાળા રેશમ જેવા ટૂંકમાં સુંદરતા જોવાય છે. બધાની સાથે હળીમળીને રહે છે. આ જાતકો હંમેશા કોઈને કોઈ કાર્યમાં ગૂંથાયેલા હોય છે. પ્રકૃતિ શાંત મિલનસાર સ્વભાવ લોકો તેમને ચાહે છે. બીજાના ઉપર વિશ્વાસ મુકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ચરિત્રવાન હોય છે. નીર્લોભી હોય છે. બીજાની ભલાઈમાં હંમેશા બીજાની આગતા-સ્વાગતા કરવામાં પણ પાછીપાની રાખતા નથી. સગાવહાલા પાછળ ખર્ચ પણ કરે છે. કુદરતના ખોળે તેમને રમવાનું ગમે છે. તેમનું જીવન ચંદન જેવું હોય છે. તેથી તે જ્યાં જાય ત્યાં હવામાં ચંદનની મહેક પ્રસરાવે છે. દેશમાં અને વિદેશમાં પણ રહેવા માટેના યોગો છે. લાગણીશીલ હોવાને કારણે માનસીક રોગોથી પીડાય છે. ઘણીવાર લોહીમાં લાલકણોનો અભાવ થઇ જાય છે.આ રાશીના જાતકો સારા દર્શનકાર(ફિલોસોફર) હોય છે. ધર્મ ગુરુ હોય છે. ઉપનીસદ ને જાણનારા હોય છે. તેમજ સારા ગુરુ, સારા શિક્ષક, લશ્કર ખાતાના વડા, સારા નેતા, પ્રધાનમંત્રી, રાજ્યમંત્રી, સેવાના કાર્યમાં આગળ પડતા હોય છે. ડોક્ટર, ઓફીસર, કેમિકલ કંપની, સિનેમાના ડાયરેક્ટર, સૌદર્ય પ્રસાધનના કાર્યમાં નિપૂર્ણ, મંદિરમાં તથા ચર્ચમાં નોકરી કરતા હોય, નેવીમાં, તેલ ક્ષેત્રમાં વિગેરેમાં આ જાતકો જોવા મળતા હોય છે. તેમના માટે આ સારું હોય છે.

ContactUs.com