Home Horoscope Mesh Rashi

Mesh Rashi

aries horoscope june

 Mesh Rashi / મેષ રાશી (અ, લ, ઈ)

મેષ રાશીના અક્ષરો અ, લ, ઈ છે. અશ્વિની નક્ષત્રના શરૂઆતના બિંદુથી એટલે કે રાશી ચક્રના આરંભ “૦” અંશથી “૩૦” અંશના વિસ્તારને મેષ રાશી કહે છે. આ રાશીમાં અશ્વિની, ભરણી અને કૃતિકા નક્ષત્રનું પહેલું ચરણ આ સમન્વય થઈને મેષ રાશી બને છે. મેષ રાશીમાં ૦ અંશથી ૧૦ અંશ સુધી મંગળનું પ્રભુત્વ છે. ૧૦ અંશથી ૨૦ અંશ સુધી મંગળ ઉપરાંત સૂર્યનું પ્રભુત્વ છે. જયારે ૨૦ અંશથી ૩૦ અંશ સુધીના વિસ્તાર ઉપર મંગળ ઉપરાંત ગુરુની અસર જોવા મળે છે.

મેષ રાશીના સામાન્ય ગુણધર્મો. મેષ રાશીનું ચિન્હ-ઘેટું છે, અવયવ-માથું. રાશીસ્વામિ-મંગળ, રાશીનું તત્વ-અગ્નિ(સાહસિકતા, ઉગ્ર પ્રયત્નોથી સંજોગો બદલવા, ઉગ્રતાથી કાર્ય કરવા), રાશીનો સ્વભાવ-ચર(ચર સ્વભાવની રાશીઓ પ્રગતિ કારક નવીનતા લાવનાર, ફેરફાર કરનારી છે).

મેષ – પુરુષ તત્વ(આ રાશીઓ ઉત્સાહી અને પ્રયત્નશીલ હોય છે). બીજાને અનુશરવું, આ રાશી ટૂંકી છે તેથી ૨ કલાકને બદલે ૧.૫૦ મિનીટમાં પૂર્ણ થઇ જાય છે. પરિણામે સૂર્ય સિવાય અન્ય ગ્રહો પ્રબળ કાર્ય કરતા જણાતા નથી. વંધ્ય રાશી ગણાય છે. પશુનું નિશાન છે. ગુરુ ગ્રહ આ રાશીને શુભત્વ આપવા માટે સમર્થ નથી. કારણ કે આ રાશી શુષ્ક છે. મેષ રાશી દિવસના સમયે વનમાં અને રાત્રી સમયે ગામમાં રહે છે. જેથી આ રાશીને રાત્રીબલી કહેવામાં આવે છે. આ રાશીને રહેવાની દિશા પૂર્વ છે. આ રાશીનો રંગ લાલ છે. આ રાશી પૃષ્ઠોદય રાશી છે અને પ્રશ્ન જ્યોતિષમાં વધુ ઉપયોગી છે. ધાતુ અને રત્નોની ખાણ તેના ઉપર આ રાશીનું આધિપત્ય રહેલું છે. મેષ રાશીનો વર્ણ ક્ષત્રિય છે. આ રાશીની પ્રકૃત્તિ અને સ્વભાવ ક્રૂર અને ચિત્ત પ્રકૃત્તિ છે. આ રાશીનું રત્ન મૂંગા છે. આ રાશીનું ભોજન ગરમ છે. આ રાશીની વિશેષતા તેજસ્વી છે. આ રાશીનું સકારાત્મક તથ્ય કુટુંબનું પાલન-પોષણ કરવાનું, પડકારોનો સ્વીકાર કરવાનો અને નિત્ય કાર્યશીલ રહેવુ તેઓ આ રાશીનો સકારાત્મક તથ્ય છે. આ રાશીનો નકારાત્મક તથ્ય દંભી(દંભ કરવો), અધૈર્યશીલ(અધીરા બની જવું) તેવો ગુણધર્મ છે.

ContactUs.com