Home Horoscope Mithun Rashi

Mithun Rashi

GEMINI

Mithun Rashi / મિથુન રાશી (ક, છ, ઘ )

મિથુન રાશિના અક્ષરો ક, છ, ઘ છે. અશ્વિની નક્ષત્રના બિંદુથી એટલે કે રાશિ ચક્રના “૬૦” અંશથી “૯૦” અંશના વિસ્તારને મિથુન રાશિ કહે છે. આ રાશિમાં મૃગશીર્ષ, નક્ષત્રના છેલ્લ બે ચરણ આદ્રા અને પુનર્વસુ નક્ષત્રના ત્રણ ચરણના સમન્વયથી  મિથુન રાશિ બને છે.  મિથુન રાશિનો આકાર નર-નારીનો યુગ્મ છે. મિથુન રાશિના ૬૦ અંશથી ૭૦ અંશ સુધીનો વિસ્તાર પર બુધના પ્રભાવ નીચે છે. ૭૦ અંશથી ૮૦ અંશ સુધીનો શુક્ર ઉપર પ્રભુત્વ છે. જયારે ૮૦ અંશથી ૯૦ અંશ સુધીના વિસ્તાર ઉપર શનિનું પ્રભુત્વ છે.

મિથુન – રાશિનું તત્વ-વાયુ (કુશળ બુદ્ધિથી પ્રગતિ કવિઓ, લેખકો, વૈજ્ઞાનિકો, રાજકીય વ્યક્તિઓ), રાશીનો સ્વભાવ-દ્વીસ્વભાવ છે(દ્વીસ્વભાવની રાશિ નિષ્પક્ષતા પૂર્વક કાર્ય કરવું, ન્યાયી-સાત્વિક પ્રકૃત્તિ ધરાવનાર છે).

મિથુન- આ રાશિ બુદ્ધિ તત્વની છે. આ રાશિના જાતકો બુદ્ધિશાળી હોય છે. હમેશા આનંદમા રહે છે. આ જાતકોને કોઈપણ પ્રકારની ચિંતા હોઈ તેવું લાગતું નથી. થોડું બેફિકર હોય તેવુ લાગે છે. પરંતુ ખરેખર તેવા તે હોતા નથી. આ જાતકોની કલ્પનાશક્તિ ગજબની હોય છે. આળસ હોતી નથી, કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં આ જાતકો રચ્યા-પચ્યા રહે છે. આ જાતકોને લખવાનો-વાંચવાનો શોખ હોય છે. કોઈનો ક્યાસ કાઢવામાં ખૂબજ હોશિયાર હોય છે. પરિસ્થિતિને અનુરૂપ થઈ કામ કરે છે. બીજાને સલાહ આપવામાં નિપૂર્ણ હોય છે. દલીલબાજી, જીભાજોડી કરવામાં હોશિયાર હોય છે. યાત્રા-પ્રવાસ ખુબ જ ગમે છે. કૌટુંબિક ઝગડાઓ થયા કરે છે અથવા થાય છે. પ્રકૃત્તિનો આનંદ લેવાનો ગમે છે. કોઈપણ પ્રકારની લાગણીઓને બાજુમાં રાખીને નિષ્પક્ષ બનીને જલ્દીથી એકસાથે નિર્ણયો લઇ શકે છે. એક સાથે નિર્ણયો લે છે. અમુક પ્રકારની કુટેવ હોય છે. પરંતુ તે કુટેવનું બંધન હોતુ નથી. સ્વભાવમાં એક સરખાઈ હોતી નથી, યાદશક્તિ સારી હોય છે. બને ત્યાં સુધી ટુંકા ગાળાનો રસ્તો અપનાવે છે.

ContactUs.com