Home Horoscope SINH RASHI

SINH RASHI

leo

Sinh Rashi / સિંહ રાશી (મ, ટ)

સિંહ રાશીના અક્ષરો મ અને ટ છે. રાશી ચક્રની આ રાશી પાંચમા નંબર ઉપર છે. ૧૨૦ અંશથી ૧૫૦ અંશ સુધીના વિસ્તારને સિંહ રાશી કહે છે. મઘા નક્ષત્ર, પૂર્વફાલ્ગુની નક્ષત્ર તથા ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના પહેલા ચરણના યોગથી આ રાશી બને છે. આ રાશીનો આકાર તેના નામ પ્રમાણે સિંહ જેવો છે. તેમાં ૧૨૦ અંશથી ૧૩૦ અંશ સુધીના વિસ્તાર પર સૂર્યનું પ્રભુત્વ હોય છે. જયારે ૧૩૦ અંશથી ૧૪૦ અંશથી ૧૫૦ અંશ સુધીના વિસ્તાર પર સૂર્ય તદુપરાંત મંગળનો પ્રભાવ હોય છે. સિંહ રાશીના પ્રભાવમાં આવેલી વ્યક્તિ ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે. પ્રમાણસર, સુદઢ શરીરનો બાંધો, પહોળા ખભા, વિશાળ છાતી, પાતળી કમર હોય છે. આ રાશીનો માલિક સૂર્ય છે.

સિંહ- આ રાશીનું તત્વ અગ્નિ તત્વ છે. આ રાશીનો સ્વભાવ ચર છે. આ રાશી હદય અને કાળજા ઉપર સિંહ રાશીનું આધિપત્ય છે. દિશા પૂર્વ છે. નિવાસ સ્થળ પર્વતમાં રહેલ ગુફા, નિર્જન અરણ્ય(વનમાં) તેમાં છે. આ રાશીનો આકાર સિંહના જેવો છે. આ રાશીનો રંગ પાંડુરંગ(આછો લાલ) છે. શીર્ષોદય રાશી છે. રાશીનો વર્ણ ક્ષત્રિય છે. શરીર રુષ્ટ-પુષ્ટ હોય છે. સ્વભાવ ખુબ સારો હોય છે. દયાળુ હોય છે. સાથે સાથે ખુબજ હદય વિશાળના હોય છે. પોતાની સાથે સાથે કુટુંબનું, મિત્રોનું જ નહી પણ માનવ જાતના ઉત્કર્ષ માટે કાર્યરત રહે છે. સિંહ જેમ જંગલનો રાજા છે તેમ આ જાતકો પણ રાજા જેવા હોય છે. દિલના દિલાવર હોય છે, સમાજના અન્યાય, અજ્ઞાન અને અભાવના વિરોધી હોય છે, તેઓ બધાને જ પ્રિય હોય છે, બધાનો જ વિશ્વાસ સંપાદન કરી લે છે, જે વ્યક્તિ જેની આગળ હોય તે બધાને જ પોતાનો દિલ ખોલવાનો મન થતું હોય તો સમજવું કે આ જાતક સિંહ રાશીથી પ્રભાવિત છે. બધા તેમની આગળ દિલ ખોલે છે, સાંત્વન્તતા પ્રાપ્ત કરે છે અને સાથે સાથે નિર્ભયતા પ્રાપ્ત કરે છે. તેમને કરેલી વાત કોઈની પાસે જતી નથી. દરેકની વાતોને પોતાના પેટમાં જ રાખે છે. પહેલી નજરે આ જાતકને જોતા શાંત અને અભિમાની લાગે છે પરંતુ તેમનામાં અભિમાનનો છાંટો પણ હોતો નથી. પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા ખુબ જ કાળજી રાખે છે. તેમની કોઈ મશ્કરી કરે તે ગમતું નથી. સત્ય બોલવામાં સહેજ પણ સંકોચ કરતા નથી. ઓછુ બોલવું કામ વધારે કરવું આ તેમનો સિદ્ધાંત છે. બીજાને ધ્યાનથી સંભાળવાની તેમનામાં ખૂબી હોય છે. તેમને પ્રસંશા ગમે છે. જોશ અને હોશ બંને જોવા મળે છે.

ContactUs.com