Home Horoscope TULA RASHI

TULA RASHI

libra

Tula Rashi / તુલા રાશી (ર, ત)

તુલા રાશીના અક્ષરો ર અને ત છે. રાશી ચક્રની આ સાતમી રાશી તુલાનો વિસ્તાર ૧૮૦ અંશથી ૨૧૦ અંશ સુધી છે. ચિત્રા નક્ષત્રના બે ચરણ, સ્વાતી નક્ષત્ર અને વિશાખા નક્ષત્રના ત્રણ ચરણ ના યોગથી આ રાશી બને છે. તુલા(ત્રાજવું) પુરુષના આકારથી બનતી આ રાશી પર શુક્રનો પ્રભાવ છે. ૧૮૦ અંશથી ૧૯૦ અંશ સુધીના વિસ્તાર પર શુક્રનો જ પ્રભાવ હોય છે, જયારે ૧૯૦ અંશથી ૨૦૦ અંશ સુધીના વિસ્તાર પર શની દેવનો પ્રભાવ હોય છે, ૨૦૦ અંશથી ૨૧૦ અંશ સુધીના વિસ્તાર પર બુધનો પ્રભાવ હોય છે.

આ રાશીનું તત્વ વાયુ તત્વ છે. આ રાશીનો સ્વભાવ ચર સ્વભાવ છે. આ રાશીનું આધિપત્ય કમર, મૂત્રપિંડ, કટિપ્રદેશ ઉપર હોય છે. રાશીની દિશા પશ્ચિમ છે. રાશીનું નિવાસ સ્થાન તમામ પ્રકારના ખાદ્ય પદાર્થો પર હોય છે. રાશીનો આકાર હાથમાં ત્રાજવા લીધેલ પુરુષ છે. રંગ કાળો છે. શીર્ષોદય રાશી છે. બ્રાહ્મણ વર્ણ છે. શરીર સુંદર અને રૂપાળું હોય છે. સપ્રમાણમાં બાંધો હોય છે. વ્યક્તિત્વ મોહક હોય છે. નાક થોડું લાંબુ હોય છે. વાળ વાંકડિયા હોય છે. આંગળીયો લાંબી હોય છે. મુખ ઉપર સ્મિત રમતું હોય છે. માનસીક સમતુલા સારી હોય છે. લાગણીમાં તણાતા નથી. સામેવાળાની નબળાઈ સહેલાઇથી પારખી સકે છે. આ રાશીના જાતકો બુદ્ધિશાળી હોય છે. પોતાના કાર્યમાં રચ્યાપચ્યા રહેવાની તેઓની આદત હોય છે. કુશળ વ્યક્તિત્વ હોય છે. બોલવાનું ભાષણ આપવાનું ગમે છે. ક્યારે શું અને કેવી રીતે બોલવું તેની ઊંડી સમજ હોય છે. આ એક તેમની મહામુલી મૂડી કહેવાય છે. લોકચાહના પણ સારી મેળવે છે. કપડા, પ્રસાધનો, ફર્નિચર વગેરેના શોખીન હોય છે. શોખ પણ સમયની સાથે બદલાય છે. નિયમથી ઉઠવું-વાંચવું વગેરે નિયમ બદ્ધ હોય છે. અન્યાય સહન કરતા નથી. અન્યાય સામે લડી લેવાની હિંમત પણ હોય છે. ન્યાય આપવાનો હોય તો તટસ્થ રીતે ન્યાય આપે છે. વહીવટ પણ સારો કરે છે. ગુણવાન હોય છે. લાંબી ચર્ચામાં રસ પડતો નથી. દલીલ ઓછી કરે છે. વિરોધાભાસમાંથી સમાધાન પ્રાપ્ત કરે છે.  રોગ પ્રતિકારક શક્તિ ખુબજ ઓછી હોય છે. વાયરલ,ઇન્ફેક્સન તથા ચેપી રોગોનો હુમલો તેમના પર જલદીથી  થઇ જાય છે. તેથી વારંવાર શરદી અને કફ થતો જોવા મળે છે. સામાન્ય કિડનીની તકલીફ, પેટ તથા કમરનો દુખાવો, કરોડરજ્જુણી તકલીફ, એપેન્ડીક્ષ તથા ગર્ભાશય અંગેની તકલીફ જોવા મળે છે. સંગીતકળામાં રૂચી હોય છે, ચિત્રકળામાં પણ રૂચી હોય છે. ભાગીદારીમાં ધંધો કરવો શુભ નથી. મારક ગ્રહ ગુરુ છે.

ContactUs.com