Home Horoscope VRISCHIKA RASHI

VRISCHIKA RASHI

scorpio

Vrischika Rashi / વૃશ્ચિક રાશી (ન, ય)

વૃશ્ચિક રાશીના અક્ષરો ન અને ય છે. વીંછીના આકાર ધરાવતી આ રાશી આપણા રાશી ચક્રની આઠમી રાશી છે. ૨૧૦° થી ૨૪૦° સુધીના વિસ્તારને વૃશ્ચિક રાશી કહે છે. વૃશ્ચિક રાશીનું ચોથું ચરણ અનુરાધા નક્ષત્ર અને જયેષ્ઠા નક્ષત્રણી સંયુક્ત અસરોથી આ રાશી બને. આ રાશી પર મંગળનો પ્રભાવ હોય છે. જયારે ૨૨૦° થી ૨૩૦° સુધીના વિસ્તાર પર મંગળની સાથે ગુરુનો પ્રભાવ હોય છે. અને ૨૩૦° થી ૨૪૦° સુધીના વિસ્તાર પર મંગળની સાથે ચંદ્રનો પ્રભાવ હોય છે.

આ રાશીનું તત્વ જળ તત્વ છે. રાશીનો સ્વભાવ સ્થિર છે. આ રાશીનું આધિપત્ય ગુપ્તેન્દ્રિય અને નાક ઉપર છે. રાશીની દિશા ઉત્તર છે. આ રાશીનું નિવાસ સ્થાન ફાટેલી જમીન અને સાપનો રાફડો તથા અન્ય જેરી જાનવરો રહેતા હોય તેવી જગ્યા ઉપર છે. રાશીનો રંગ સુવર્ણ જેવો છે. આ રાશી શીર્ષોદય છે. વર્ણ આ રાશીનો ક્ષત્રિય છે.

શરીર સ્નાયુબદ્ધ હોય છે. ઉચ્ચાઈ સામાન્ય હોય છે અને નક્ષત્રના અનુસંધાનથી કોઈ કોઈ ઉચા પણ હોઈ છે. સ્વાર્થ વધારે જોવે છે. સુંદરતા મધ્યમ હોય છે. સ્વભાવ ડંખીલો હોય છે. સાથે સાથે ક્રોધિત પણ હોય છે. ગુસ્સો તેમના નાકના ટેરવે હોય છે. જળ તત્વ રાશી હોવાથી ગુસ્સો જલદી ઉતરી પણ જાય છે. મનમાં પાપ હોતું નથી. આ લોકોની સાથે મિત્રતા એટલે સાચી મિત્રતા હોય છે. બીજાના માટે લડી લેવા તૈયાર હોય છે. સ્વભાવમાં જીદ્દી હોય છે. પોતાનો કક્કો સાચો પાડે છે. ભલભલા લોકોને ભોય ભેગા કરી દે છે. કોઈ સેજ પણ તેમના માટે કરશે તો એમના માટે પણ બલિદાન આપશે. ક્રાંતિકારી હોય છે. વિશાળ હોય છે. કલ્પના શક્તિ અજબ ગજબની હોય છે. ધૂન આવે તે પ્રમાણે તેઓ કામ કરે છે. હદયના નિખાલસ પણ હોય છે. મુસીબત અને આઘાતને જીરવવાની શક્તિ ઓછી હોય છે. આ રાશીથી પ્રભાવિત લોકોના આરોગ્યમાં ખાસ કરીને ચિંતા કરવા જેવું નથી. હાથ પગના તળિયામાં જલન થાય. કાર્યક્ષેત્રમાં સારું જોવાય. રસાયણ-કેમિકલ-એન્જીનીયરીંગ આ બધી લાઈનોમાં સારું જોવાશે. તેમજ સ્થિર સ્વભાવને લીધે લઈને આ રાશી એનું પ્રભુત્વ પૂર્ણ કરે છે.

ContactUs.com