Home Horoscope Vrishabha Rashi 2017

Vrishabha Rashi 2017

TAURAUS

Vrishabha Rashi / વૃષભ રાશી (બ, વ, ઉ)

વૃષભ રાશીના અક્ષરો બ, વ, ઉ છે. રાશી ચક્રના ૩૦ અંશથી ૬૦ અંશ સુધીના વિસ્તારને વૃષભ રાશી કહે છે. આ રાશીમાં કૃતિકા નક્ષત્રના ત્રણ ચરણ રોહિણી નક્ષત્ર અને મૃગશીર્ષ નક્ષત્રના બે ચરણોનો સમાવેશ થાય છે અને આ સમન્વયથી વૃષભ રાશી બને છે. આ રાશીનો ૩૦ અંશથી ૪૦ અંશ સુધીના વિસ્તાર પર શુક્રનું ભારે પ્રભુત્વ હોય છે. જયારે ૪૦ અંશથી ૫૦ અંશ સુધીના વિસ્તાર પર બુધનું પ્રભુત્વ હોય છે. અને ૫૦ અંશથી ૬૦ અંશ સુધીના વિસ્તાર પર શુક્રની સાથે સાથે શનીનો પ્રભાવ હોય છે.

વૃષભ રાશીના સામાન્ય ગુણધર્મો. વૃષભ રાશીનું ચિન્હ બળદ, અવયવ ગળું, રાશી સ્વામિ-શુક્ર, રાશીનું તત્વ-પૃથ્વી(ભૌતિકતા તરફ લક્ષ, વ્યવસાય કુશળતા, થાક્યા વગર એક જ પ્રકારનું કામ કરવું), રાશીનો સ્વભાવ- સ્થિર(શાંતિ, સ્થિરતા પૂર્વક કાર્ય કરનાર, વળગી રહેવાની ટેવ, એક સ્થિતિમાં કાયમ રહેવુ પડે, ધાર્યો ફેરફાર કરી શકો નહી).

વૃષભ – સ્ત્રી તત્વ(સેવાભાવી તેમજ ઉત્તમ સેવક હોય છે). આ રાશી ભૌતિક પ્રધાન છે. કોઇપણ બાબતમાં કોઇપણ ફેરફાર કરવા તૈયાર નથી. ગાયન-વાદનમાં પ્રવીણતા પ્રાપ્ત કરે છે. વૃષભ રાશી દિવસના સમયે  વનમાં અને રાત્રીના સમયે ગામમાં રહે છે. જેથી આ રાશીને રાત્રીબલી કહેવામાં આવે છે. આ રાશીને રહેવાની દિશા દક્ષિણ છે. આ રાશીનો રંગ શ્વેત(સફેદ) છે. આ રાશી પૃષ્ઠોદય રાશી છે અને પ્રશ્ન જ્યોતિષમાં વધુ ઉપયોગી છે.  ખેતીવાડીની જમીન, અરણ્ય(વન), ગોદામ અને ભાડાની જગ્યા ઉપર આ રાશીનું આધિપત્ય રહેલું છે. વૃષભ રાશીનો વર્ણ બ્રાહ્મણ છે. આ રાશીની પ્રકૃત્તિ ધીરજવાળી અને ઉતાવળ બિલકુલ ફાવે નહી અને સ્વભાવ સ્થિર છે. આ રાશીનું રત્ન હીરો છે. આ રાશીનું ભોજન ગળપણવાળી વસ્તુ છે. આ રાશીની વિશેષતા કામુક છે. આ રાશીનું સકારાત્મક તથ્ય આકર્ષક વસ્ત્ર, આભુષણમાં રૂચી છે. આ રાશીનું નકારાત્મક તથ્ય દુરાગ્રહી, કાનના કાચા અને આડશુ  તેવો ગુણધર્મ છે.

વૃષભ અઠવાડિક રાશી ભવિષ્ય
વૃષભ માષિક રાશી ભવિષ્ય
વૃષભ વાર્ષિક રાશીફળ
ContactUs.com