/  Aquarius (કુંભ-ગ,શ,સ,ષ.)

Aquarius (કુંભ-ગ,શ,સ,ષ.)

કુટુંબ-પરિવારમાં માંગલિક પ્રસંગ બને. માંગલિક પ્રસંગમાં દરેક સભ્યો ભાગ લે. ભાઈ-બહેન સાથે સારી વાતો થાય. બધા સાથે મળીને પીકનીક કરવા માટે પણ જાઓ. જે તમારી જવાબદારીઓ હોય તે જવાબદારીઓને તમારે પૂર્ણ કરવી. કુટુંબ-પરિવાર દ્વારા સમાજમાં તમારી યશ-કીર્તિ-પ્રતિષ્ઠા જળવાઈ રહે.

સ્વાસ્થ્યમાં જોતા તમારું નીજી જીવન ચિંતાઓથી ભરેલું રહે. આવી બધી ચિંતાઓના કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર જોવાય. આંખો સબંધી પીડા, કાન સબંધી પીડા, નેત્ર સબંધી પીડા અવશ્ય જોવાય છે. જેટલું બને તેટલું મન પ્રફુલ્લિત રાખવું. ઉદાસીનતા રાખવી નહી. જેથી સ્વાસ્થ્યમાં પૂર્ણ રીતે માસ દરમિયાન નીરોગીતા જોવાય.

ધંધામાં આ માસમાં જોતા આપના માટે સારું છે. એકબીજાના સહકારથી તથા ભાગીદારીમાં ધંધો કરવાથી ધંધામાં લાભ મળે. વિદેશની યાત્રા ધંધાકીય રીતે કરવાના પણ યોગ થાય. ધંધામાં સફળતાઓ મળશે. વધારે પ્રયાસથી વધારે લાભ મળશે.

નોકરીના કામકાજમાં શરૂઆતમાં થોડું તકલીફવાળું જોવાય. માનસિક તણાવ રહ્યા કરે. આર્થિક લાભ મેળવવા દોડધામ કરવી પડે. નોકરીમાં ઉતાર-ચઢાવ જોવાય. સંધર્ષ પણ વધારે કરવો પડે. રાજકીય ક્ષેત્ર આગળ વધવા માટે જો નોકરી સંબધી હોય તો મહેનત કરવી પડે.

વિદ્યાર્થી વર્ગને માટે સારું જોવાશે. અન્ય ભાષાઓ ઉપર પ્રભુત્વ વધશે. બધા વિષયોમાં રૂચી રહેશે. ઉચ્ચત્તર અભ્યાસ માટે મહેનત કરશો. સફળ પણ થવાશે. ભણવામાં તમારી જે એકાગ્રતા હાલમાં છે તેને તમે જાળવી રાખશો. જે મહેનત હશે તેના કરતા પણ પરીક્ષામાં પરિણામ સારું જોવાશે.

સ્ત્રી વર્ગને માટે સારું છે. પરિવારના સામુહિક કાર્યમાં ભાગ લેશો. પતિ દ્વારા પ્રેમ પ્રાપ્ત થાય. જે યુવતીના લગ્નના યોગ બન્યા હોય અને સારી જગ્યા શોધતા હોય તો આ મહિનામાં મળે તેમ છે. હોળી પછીનો સમય વધારે સારો છે. આનંદ ઉત્સવ જોવાય. મંગલ કાર્યો થાય. સુખની અનુભૂતિ થાય.

error: