/  Aries (મેષ – અ, લ, ઈ.)

Aries (મેષ – અ, લ, ઈ.)

(1 મે થી ૩૧ મે ૨૦૧૯)

આ માસમાં કુટુંબ-પરીવારથી સારૂ જોવાય છે. પરિવારજનોનો સ્નેહ-પ્રેમ જળવાઈ રહેશે. મનમાં શાંતિ લાગશે. પરસ્પર ભેગા મળીને નવું કાર્ય કરવા માટેની પ્રેરણા થશે. કૌટુંબિક સુખમાં જે જે કાંઈ અણબનાવ બનેલા હોય તો તેનું સમાધાન થશે.:

વ્યાપારમાં આ માસમાં ઉત્તમ જોવાશે. નાનો-મોટો ધંધો કરતા વ્યાપારીઓ અને તેમની જો મેષ રાશી હશે તો શુભ ફળની પ્રાપ્તિ થશે.

અનાજ કરીયાણુ-કટલરી સ્ટોર-કાપડનો વ્યાપાર-રેડીમેડ કપડાનો વ્યાપાર આ જાતકો માટે વધારે સારૂ છે.

સોના-ચાંદી અને રત્નનો ધંધો કરનાર જાતકો માટે પણ શુભ જોવાય છે.

નોકરીયાત વર્ગ માટે આ માસમાં શુક્રનું ફળ-મંગળનું ફળ સારૂ જોવાય છે. જેથી કાર્યનો બોજો હળવો થાય. નોકરી કરવામાં મજા આવે.

આગળના મહિનાનો ભાર ઉતરી ગયો હોય તેવું લાગે. પરંતુ બેન્કિગ ક્ષેત્રમાં કામ કરતા,

મેષ રાશીના જાતકો માટે કાર્યભાર વધારે રહેશે. મનમાં ચિંતા પણ રહેશે.

કાર્ય પૂર્ણતામાં મન લગાવીને કામ કરશો તે છતા પણ મન એકાગ્ર થશે નહી.

વિદ્યાર્થી વર્ગને માટે એકંદરે ઉત્તમ તકો પ્રાપ્ત થાય. અભ્યાસમાં સારૂ જોવાશે.

આ માસમાં પરિક્ષાઓ ના પરિણામો શુભ જોવાય છે,

જેથી આ રાશીના જાતકો માટે શુભ ફળ જોવાય છે.

સ્ત્રી વર્ગને માટે જોતા એકંદરે આ માસ શુભફળ આપનારો છે.

જે કન્યાના વિવાહ યોગ ના બન્યા હોય તો તેમને માટે વિવાહ યોગ પણ બનશે.

સંતાન સુખની પ્રાપ્તિ માટેના પણ યોગો બને. પ્રિયજનની મુલાકાત થાય.

દાંપત્યજીવનમાં મધુરતા જોવાય. અસફળ કાર્યો સફળ બને.

ઇષ્ટબળની કૃપા પ્રાપ્ત થાય.

વિજાયતી પાત્રો સાથે પ્રેમ બની રહે. ગણપતિદાદાને પાંચ જુડી ધરોની અને ત્રણ લાડુ દર બુધવારે ધરાવવા.

error: