/  Cancer (કર્ક-ડ,હ.)

Cancer (કર્ક-ડ,હ.)

(૧ મે થી ૩૧ મે ૨૦૧૯)

દાંપત્યજીવનમાં એકબીજાના પ્રત્યે પ્રેમભાવના રાખવી જરૂરી છે. પતિ-પત્ની ગુપ્ત વાતોને છુપાવશે તોતો તકરાર ઝઘડો થાય. આવું એક કારણ પણ બની શકે. સાસુ અથવા વહુની આ રાશી હશે તો એકબીજાને પરસ્પર સારૂ ફાવશે. નજીક આવશે. બાળકો હશે તો તેઓને ગુસ્સો રહેશે. ઘરના વાતાવરણમાં થોડો ઉતાર-ચઢાવ રહેશે. માતાનું સ્વાસ્થ્ય પ્રભાવિત રહેશે. કુટુંબ-પરીવારના સભ્યો કોઈ આયોજનમાં ભાગ લઇ શકે. સર્વનો સહકાર, સર્વનો પ્રેમ, સર્વનો સહયોગ તેની પ્રાપ્તિ થશે.

સ્વાસ્થ્ય સંબંધી જોતા મંગળ ગોચરના આધારે પેટમાં પીડા થાય. સંતાનોને કષ્ટ પડે. કલેશ થાય. ક્રોધ આવે. જેના કારણે પોતાની ક્રાંતિનો ક્ષય થાય. મનથી અસંતોષ આરોગ્ય પ્રત્યે લાગ્યા કરે. જેનું સાચું કારણ પણ મળે નહી.

વ્યાપારમાં આ માસમાં જોતા સારૂ જોવાશે. ધન લાભ થાય. કાર્યોમાં સફળતા મળે. આર્થિક સંપન્નતા વધે. સાથે-સાથે ખર્ચ પણ થાય. વધારે પડતું રોકાણ કરવું નહી. મહીનાની શરૂઆતમાં સરકારી કામકાજથી બચવું જરૂરી છે. વ્યાપારને લઈને યાત્રા-પ્રવાસ યોગ બને.

નોકરીયાત વર્ગને માટે જોતા એકંદરે માનસિક પરેશાની રહેશે. નોકરીમાં અસંતોષનો અનુભવ થશે. લાભ મળશે નહી. આર્થિક રીતે ખર્ચ વધશે. બચત કરવી ખુબ કઠીન પડશે.

વિદ્યાર્થી જાતકો માટે આ માસમાં પરિક્ષાઓનો સમય છે જેથી આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવી જરૂરી છે. વધતે પડતું વાંચન તકલીફ કરી શકે. સમયસર અને નિયમિતતાથી વાંચન કરવું. પરિક્ષામાં સંઘર્ષ તો રહેશે જ.

સ્ત્રી વર્ગને માટે કઠીન સમય રહેશે. ગુપ્ત સંબંધોમાં કસ્મકસ થાય. પ્રેમ સંબંધોમાં તુટવાના યોગો બને. કાર્યમાં અવરોધો આવે. ધંધાકીય રીતે કારોબારમાં કે કોઈ મોટી પોસ્ટ સંભાળતા હોય તો તેમાં પણ સાચવવું જરૂરી છે. એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે ડર રાખ્યા વગર નિર્ભય બનીને કામ કરવું તે આપના માટે અતિ શુભ છે.

error: