/  Capricorn મકર-(ખ,જ.)

Capricorn મકર-(ખ,જ.)

(૧ મે થી ૩૧ મે ૨૦૧૯)

આ માસમાં સમય દરમિયાન કુટુંબના પ્રેમની ઝંખના વધારે રહેશે. તમે હસમુખા રહેશો. સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. પરિવારના સભ્યો તેમના મુખાકૃતિ ઉપર તણાવ અને પરેશાની જોવાશે. પરંતુ મહિનાના મધ્ય સમય પછી સ્થિતિ સુધરશે. પરિવારમાં ભાઈ-બહેનોનું સુખ જોવાશે. બાળકોમાં થોડું વાતાવરણ ઝઘડાવાળું રહે. પરંતુ શાંત રહીને શુભ સમયનો ઇન્તજાર કરવો.

આરોગ્ય સુખાકારીની અંદર ગેસ, એસીડીટી, પેટ સબંધી પીડા તથા વિકાર, અલસર, ભગંદર આ બધાની પણ ફરિયાદ રહેશે. ખાન-પાનમાં ધ્યાન રાખીને ઔષધીનું  સેવન કરવું જે હિતકારક છે.

વ્યાપારમાં જોતા હરીફોનો સામનો કરવો પડે. તેલીબીયા તેમજ ગોળ-મોરસ વિગેરેના વ્યાપારમાં ફાયદો થાય. કન્સ્ટ્રકશનને લગતું કામ કરતા જાતકોને લાભ સારો મળે. જમીન સંબધી પ્રશ્નો ઉકેલાય. વ્યાપારના ઈરાદાથી જમીનનો સોદો કર્યો હોય તો તેમાં કમીશનના નાણા છૂટે. એકંદરે વ્યાપાર સારી સ્થિતિમાં માસ દરમિયાન જોવાય.

નોકરીની અંદર સારું જોવાય. થોડા સજાગ રહીને કામ કરવું. નોકરીમાં જે ચેલેન્જ આવશે તેને સહકર્મીઓની મદદથી પૂર્ણ કરશો. નોકરીમાં કારોબાર ક્ષેત્ર વધશે. તમારા કાર્યની પ્રસંશા થશે. પદ પ્રાપ્તિ થશે. સકારાત્મક વિચારો તમને લાભ આપશે.

ભણવામાં આપનું ધ્યાન અવશ્ય રહેશે. તમારી જે મહેનત હશે તે મહેનતથી પણ વધુ સારા પરિણામો પરીક્ષામાં જોઈ શકશો. બીજા વ્યક્તિઓની તમને ભણાવવામાં કોશિશ સફળ થશે. સારા માર્કસથી દરેક વિષયોમાં પાસ થશો. પરીક્ષામાં પેપર સારા જશે.

શુક્રના પ્રભાવને લાધે સ્ત્રી જાતકોને પુરુષ તરફ આકર્ષણ વધશે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ જોવાશે. મિત્રો સાથે નિર્બળ પ્રેમ પણ રહેશે. ઘણો જુનો પ્રેમ હોય સબંધો તૂટી ગયા હોય તે પાછા સંધાશે. એક અલભ્ય આનંદની અનુભૂતિ તમને પ્રાપ્ત થશે અને તેને મહેસુસ  કરશો

error: