/  Gemini (મિથુન-ક,છ,ઘ.)

Gemini (મિથુન-ક,છ,ઘ.)

(1 મે થી ૩૧ મે ૨૦૧૯)

કુટુંબ-પરિવારમાં એકબીજાના માટે સંદેહ ના થાય તેનું ધ્યાન રાખવું. સંદેહની તક આપવી નહી. જુના સંબંધોવાળા વ્યક્તિઓ સાથેના સંબંધો તાજા થાય. આ કારણથી સંબંધોમાં મેળ વધારે રહે. કેટલીક વાતો છુપાવીને રાખો. જે પરીવારની અંદર કેહવી નહી. સ્ત્રી જાતકો સાથે થોડી અનબન થાય. તેમની સાથે વધારે વાર્તાઓમાં ઉતરવું નહી. એકંદરે પ્રેમ સંબંધોમાં પણ સામાન્ય રહે.

બાળકોના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. રમત-ગમતમાં વાગવું-પડવું પણ બની શકે. નાના ભાઈ-બહેનો ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. તેમના ઉપર કઠોર બનવું નહી. તમારી રોગ પ્રતિકારક શક્તિ આ માસમાં સારી છે. પરંતુ બીજાની ચિંતાને લઈને તમને પ્રોબ્લેમ થાય. પિતાના આરોગ્યની થોડી ચિંતા રહે. જેના કારણે કાર્યમાં રૂકાવટ પણ આવે. 

તમારા કારોબારમાં શરૂઆતથી ધ્યાન આપવું જરૂરી છે. હરીફો તમારી પાછળ રહેશે. તમારો ગેરહાજરીનો વિરોધીઓ લાભ પણ ઉઠાવે. કોઈ વ્યાપારમાં કોઈપણ જાતની પ્રોડક્ટ વધારે ચાલતી હોય તો તે અટકી શકે. ધન સંબંધી ચિંતાઓ તો રહેશે જ. નાણાકીય વ્યવહારમાં આપવા મુકવાનું જે હોય તે વિચારીને તારીખ આપવી. નાના-નાના કાર્યોમાં લાભ મળશે. શેરબજારમાં કામ કરવું નહી અને કરો તો ઉતાવળમાં શોદા કરવા નહી. જમીન-મકાન સંબંધી કામકાજ હોય તો સાવધાની પૂર્વક કામ કરવું તો અવશ્ય સારૂ ફળ મળશે.

નોકરી કરતા જાતકો માટે આ માસમાં મધ્યમ ફળ જોવાય છે. જેથી નોકરીમાં મગજ શાંત રાખીને નોકરી કરવી. ઉપલા અધિકારી સાથે સારી રીતે વર્તન કરવું તે આપના માટે શુભ છે.

વિદ્યાર્થી વર્ગને માટે ભણવા માટે બહાર જવાના યોગો બને. વિદ્યાર્થીની ચિંતા માતા-પિતાને વધારે થાય. પરિક્ષા વિગેરેમાં માતા-પિતા ભાગદોડ કરે.

સ્ત્રી વર્ગને માટે જોતા આ માસ સારૂ ફળ આપનાર છે. થોડા સંઘર્ષ રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા મધ્યમ જોવાશે તે છતાં મહીનો સારો પુરવાર થાય.ગાયને લીલું ઘાસ ખવડાવવુ. નાના બાળકોને ફળફાળાદી ખવડાવવું.

error: