/  Leo (સિંહ-મ,ટ.)

Leo (સિંહ-મ,ટ.)

(૧ મે થી ૩૧ મે ૨૦૧૯)

પરિવારમાં એકંદરે મધ્યમ જોવાશે. અંદરોઅંદર મનમેળ જોવાય નહી. એકલતા પણું પણ લાગે. જેના કારણે માનસિક તણાવ વધતો જાય. બને ત્યાં સુધી પરિવારમાં ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવું. જેથી મન પ્રસન્ન રહેશે અને જે ઉલઝનવાળી સ્થિતિ ઉભી થવાની હશે તે શાંત થઇ જશે.

સ્વાસ્થ્યના આધારે જોતા મૂત્ર સબંધી પીડા થાય. હવામાનની અસરના કારણે પણ તબિયત બગડે. ગળામાં નાની-મોટી તકલીફ થાય. તાવ પણ આવે. જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ નબળું રહે. દવાઓ લેવામાં લાપરવાહી કરવી નહી. ધ્યાન પૂર્વક હળવી કસરત પણ કરવી.

વ્યાપારમાં નવું કરવા માટેની જીજ્ઞાશાઓ જાગે. પરંતુ એક વસ્તુ એવી બને કે જુના જે કાર્યો નક્કી કરેલા હોય તે પૂર્ણ થાય નહી. જેના કારણે ધંધામાં અસ્થિરતા જોવાશે. આ મહિનો આપના માટે ચોક્કસ રીતે તકલીફવાળો તો રહેશે જ. યાત્રા-પ્રવાસમાં પણ મુશ્કેલી પડે.

નોકરિયાત વર્ગને માટે જોતા એકંદરે જે કક્ષાની નોકરી હોય તેમાં પ્રથમ વર્ગના અધિકારીઓ અને દ્વિતીય વર્ગના અધિકારીઓ માટે સારું છે. કામદાર તેમજ મજુર વર્ગ માટે શુભ જોવાતું નથી. ખાદ્ય રહ્યા કરે. નોકરીથી સાવચેત રહીને મહિનો પસાર કરવો.

આ મહિનામાં વિદ્યાર્થી વર્ગને માટે સારું જોવાય છે. અનુકુળતાવાળો સમય છે. ભણવામાં ધ્યાન રાખવું. મનને કેન્દ્રિત રાખી અભ્યાસ કરવો. એકાગ્ર ચિત્તે વાંચન કરવાથી અભ્યાસમાં ઘણું સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. ગુરુઓનો આદર-સત્કાર કરવો. વડીલોના આશીર્વાદ લેવા.

સ્ત્રી વર્ગને માટે જોતા માનસિક તણાવ રહેશે. અસહજતાનો અનુભવ થશે. મન ઉદાસીન રહેશે. દાંપત્યજીવન સુખ મધ્યમ જોવાશે. જે કન્યાના લગ્ન યોગ બની ગયા હોય તેમને લગ્ન ગ્રંથીથી જોડાવાનો સમય જોવાય છે. જે ન જોડાયા હોય તેઓ પણ લગ્ન ગ્રંથીથી જોડાશે.

error: