Libra (તુલા-ર,ત.)

    0
    95

    પરિવારનું સુખ મધ્યમ છે. પરંતુ પરિવારના બધા જ સભ્યો સાથે એકબીજાને મળીને કામ કરશો તો સમય ઘણો જ સારી રીતે પસાર થઇ જશે. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમારાથી તમારા ભાઈ-બહેન નાના હોય તો તેમના સ્વાસ્થ્ય ઉપર કુપ્રભાવ પડી શકે તેમ છે અને તેથી જ તેમના ઉપર પુરું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રેમ સબંધોના માટે સારું છે. જુના પ્રેમ સબંધો નવીનતા લાવે. માતા-પિતાનું સુખ સારું જોવાય. સબંધો પણ સારા રહે. ભાગીદારીના ધંધામાં જે ભાગીદારી હોય તેની સાથે વ્યવસાયિક સબંધોનો વિકાસ પામે. મિત્રો સાથે પણ સબંધો સારા રહે.

    આરોગ્ય સુખાકારીમાં નાની-મોટી કોઈપણ તકલીફ થાય તો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. થકાવટ મહેસુસ કરશો અને તેનો પ્રતિભાવ ચહેરા ઉપર જોઈ શકશો. બાળકોનો પણ સ્વાસ્થ્ય સબંધી ખ્યાલ રાખવો જરૂરી છે. મોસમ બદલાવવાથી નાદુરસ્તી જોવાય. મોઢા ઉપર ગરમી વિકાર થઇ શકે.

    વ્યાપારમાં જોતા તમારા જે વ્યાપારિક સબંધો હોય તેના થકી તમને વ્યાપારમાં સહાયતા મળશે. નવો પ્રોજેક્ટ તમે જે ચાલુ કરેલા હશે તેનાથી તમે ઉત્સાહિત રહેશો. સંયુક્ત વ્યાપારમાં સંભાળીને કામકાજ કરવું જોઈએ. નવું ઉત્પાદન પણ શરૂ કરશો. સફળ પણ થવાશે. પરંતુ લાભ ઓછા મળશે. આ સમયની કરેલી મહેનતનું ફળ પછીના સમયમાં જોવાશે.

    અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી તમે શોધતા હશો તેનો સમય તમારા માટે હવે આવી ગયો છે. નોકરી માટે ઈન્ટરવ્યું આપવા જવાનું થશે અને તેમાં સફળતાઓ પણ મળશે. સ્વભાવમાં નમ્રતા હોવાથી લાભ મળશે. ગુસ્સા વધારે પડતો કરવાથી નુકસાન થાય. ધૈર્ય-ધીરજ રાખીને કામ કરવું જે આપને નોકરીમાં અવશ્ય ફળદાયી બનશે.

    પ્રેમ સંબધો માટે સ્ત્રીઓને સારું છે. જુના સબંધોમાં નવીનતા લાવવાનો પ્રયત્ન કરશો. માતા-પિતાનું સુખ સારું રહેશે. પતિ-પત્ની વચ્ચે નિર્મળ પ્રેમ વૃદ્ધિ કરશે. સામાજિક રૂપથી જોતા નવા મિત્રો સાથે મિલન-મુલાકાત થાય. અને મેલજોલ તેમની સાથે સારો રહે.