/  Pisces (મીન-દ,ચ,ઝ,થ.)

Pisces (મીન-દ,ચ,ઝ,થ.)

(૧ મે થી ૩૧ મે ૨૦૧૯)

પારિવારિક જીવનમાં ઉથલ-પુથલ રહેશે. લડાઈ અને ઝઘડો પણ થાય. ઘરનું શાંત અને રમણીય વાતાવરણ અશાંત થઇ જશે. પોતે ક્રોધ કરવો નહી. ભાવનાત્મક વિચારો રાખી એકબીજા સાથે પ્રેમ ભાવના રાખવી તે જ મોટું સુખ છે.

સ્વાસ્થ્યમાં જોતા થોડું ઉપર-નીચે રહેશે. નાની-મોટી ઈજા થાય. વાણીમાં તીખાસ પણું જોવાય. માનસિક તણાવ રહે. વહેમમાં ને વહેમમાં શરીર વધારે બગડે. મોસમના શાકભાજી તથા મોસમના ફળફળાદી ખાવા જોઈએ. જે આપના સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સારા છે.

વ્યાપારમાં જોતા એકંદરે સારું જોવાય છે. કામયાબી મળે. વિદેશમાં નોકરી કરતા જાતકોને માટે પણ નોકરી છોડી વ્યાપારમાં આવવાનું મન થાય. દેશ-વિદેશના ધંધામાં લાભ થાય. શત્રુઓ પર વિજય મળે. વ્યાપારને લગતા કોર્ટમાં કેશ હોય તો પણ સફળતાઓ મળી શકે તેમ છે.

આ મહિનો સંતોષ જનક રહેશે. તમારા ધંધાના કાર્યક્ષેત્ર ઉપર જેટલી વધારે મહેનત કરો તે પ્રમાણે વધારે ફળની પ્રાપ્તિ થાય. નાણાકીય ખર્ચ વધારે થશે. શત્રુઓથી નોકરીમાં બચવું જરૂરી છે. ગુપ્ત શત્રુઓથી પણ સાવધાન રહેવું.

વિદ્યાર્થીઓ માટે સારું છે. ભણવાનું જ્યાં સુધી રેહશે ત્યાં સુધી સારું જોવાય છે. વિદ્યાર્થીઓને બીજાનો સુજાવ ગમશે નહી. મનપસંદ વિષયોમાં સારું જોવાશે. એડમિશન લેવાનું હશે તો પણ મળી જશે. પરિક્ષામાં પાસ થવાય તેવા યોગો છે.

સ્ત્રી વર્ગને માટે સારું છે. દાંપત્યજીવન સુખ સારું જોવાય. સાસરીનું સુખ તથા પિયરનું સુખ સારું મળે. વસ્ત્ર આદી તથા ઘરેણાની ખરીદી થાય. જમવાનું બહાર વધારે બને જેથી કામ કરવાનો યોગ ઓછો થાય. અવિવાહિત કન્યાઓ માટે વિવાહના યોગો બની શકે તેમ છે.

error: