/  Sagittarius ધન-(ભ,ધ,ફ,ઢ.)

Sagittarius ધન-(ભ,ધ,ફ,ઢ.)

(૧ મે થી ૩૧ મે ૨૦૧૯)

પરીવારનું સુખ સારૂ જોવાશે. શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. ભાઈ તથા બહેન એકબીજાને સહાનુભૂતિ દર્શાવશે. સકારાત્મક વિચારો રહેશે. નવા સદસ્યનું આગમન થશે. માંગલિક પૂજા થશે. બાળકોમાં પણ પ્રેમ ભાવના રહેશે. માતા સાથે વધારે લગાવ રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં માસ વ્યતિત થશે.

સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. જુના રોગો પાછા ઉભા થશે. ખાવા-પીવામાં નિયંત્રણ રહેશે નહી. અધિક મસાલાવાળું ભોજન પણ ખાશો. રક્ત વિકાર થાય. ડાયાબીટીશ વધે. બ્લડપ્રેશર કાબુમાં રહેશે નહી. આથી તમારી જાતે તમે પરહેબ પણ કરશો અને દવા પણ ખાશો.

વ્યાપારમાં લાભ થશે. જુનો માલ હશે તો આ સમય દરમિયાન નીકળી જશે. આવકનો સ્ત્રોત રહેશે. લોખંડને લાગતું કામકાજ, જમીનને લાગતું કામકાજ, કન્સ્ટ્રકશનને લાગતું કામકાજ તેમજ વિક્રેતા તરીકે કામકાજ કરતા હોય તો સારો લાભ મળશે.

નોકરી માટે જોતા એક સ્થાનથી બીજા સ્થાન પર જવાના યોગો બને. નોકરીમાં તમે જે મનથી ધારેલું કામ હોય તે પૂરું કરી શકો નહી. કાર્યભાર સંભાળીને, જબબદારી સંભાળીને નોકરીમાં કાર્ય કરો તો પણ શ્રેય પ્રાપ્ત થાય નહી. નોકરીમાં ગુચવણ ઉભી થાય ત્યારે અનુભવી માણસની સલાહ પણ તમે લો. નોકરીના કામકાજ અર્થે બહાર જવાનું થાય. ત્યાં ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે પણ જાઓ.

વિદ્યાર્થી વર્ગને આ માસમાં ઘણા સારા પરિણામ આપ મેળવી શકશો. જીવનસાથીનો સહયોગ આપને મળશે. મિત્રો પણ આપને મદદરૂપ થશે. તમે જે પ્રેમની અભિવ્યક્તિ બીજાના પ્રત્યે રાખવા માંગતા હશો તો તે સફળ થશે. તમારા પ્રેમની અભિવ્યક્તિને સ્વીકારશો અને એક અતુટ બંધનમાં જોડાશો. પ્રણય સુખ સારૂ જોવાશે. રોમાન્સનો આનંદ પ્રાપ્ત થશે.

error: