Scorpio (વૃશ્ચિક-ન,ય.)

    0
    63
    (૧ મે થી ૩૧ મે ૨૦૧૯)

    પરીવારનું સુખ સમ રહેશે. પરીવારના સભ્યો દ્વારા ઉધાર લીધેલા નાણાની ભરપાઈ કરવી પડે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ બગડે. તમારી દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઇ જશે. તા:૧૫-માર્ચ પછીથી જીવનસાથી સાથે પણ નાના-મોટા ઝઘડા થાય. પરીવારને લઈને બહાર જશો. સકારાત્મક વાતાવરણમાં જવાથી સકારાત્મકતા જોવાશે. માનસિક પરેશાનીઓ દુર થશે. સાથે મળીને આનંદ કરશો.

    સ્વાસ્થ્યમાં થોડું સારૂ-થોડું ખરાબ તેવું રહેશે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરવો. શરીરના ઉપર કોઈ ઘા થાય. પડવું-વાગવું વિગેરે બને અને તેના થકી સ્વાસ્થ્ય પ્રભાવિત રહે. આવું થયું હોવા છતાં તમે ગુસ્સો તો કરશો જ.

    વ્યાપારમાં અનુકુળતા સારી જોવાય છે. લાભ મળે સામે ખર્ચ પણ થાય. નવી આવકનો સ્ત્રોત ઉભો કરવા માટે તમારા અથાક પ્રયત્નો સફળ થશે. ધંધાની પ્રગતિ માટે મહેનત તમારી ચાલુ રાખશો. મોટું કામ જો કોઈ ધંધામાં કરવાનું હોય તો તે કરવું નહી. મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહી. આ નહી કરવાથી આપના માટે વધારે સારૂ જોવાશે.

    નોકરી માટે કાર્યનો ભાર દફતરમાં વધારે જોવાય. જેના કારણે મન બેચેનીનો અનુભવ કરે. એક વખત કરેલું કામ બીજી વખત પણ કરવું પડે. નોકરીમાં આ મહિને તકલીફ જોવાય જ છે. જેનો સામનો કરવા તમારે તૈયાર રહેવું પડશે.

    વિદ્યાર્થી વર્ગને માટે સમય સારો છે. ભણવામાં જ તમારું ધ્યાન રહેશે. સાથે-સાથે નાના-મોટા કામકાજ દ્વારા આવક સ્ત્રોતને ઉભો કરશો. વડીલો તથા ગુરુજીના આશીર્વાદ મળે. સહયોગ પણ મળે. માતા-પિતા શિક્ષક બની ભણાવે. પ્રતિયોગીતામાં ભાગ લો ત્યારે ઉતાર-ચઢાવ જોવાય.

    પરિવારના વાતાવરણને આપ સકારાત્મક બનાવશો. પતિ-પત્ની વચ્ચે પ્રેમ ભાવના રહેશે. જીવનસાથી સાથે સારૂ રહેશે. પ્રિયજન સાથે સારૂ જોવાય. કપડા વિગેરે ખરીદી થાય. સારી પોસ્ટ ઉપર જોબ કરતા હોય તો યશ-કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.