/  Taurus (વૃષભ – બ, વ, ઉ.)

Taurus (વૃષભ – બ, વ, ઉ.)

આ માસમાં કુટુંબ-પરીવાર દ્વારા પૂર્ણતાઓ જોવાશે. તમારું જે કાર્યક્ષેત્ર હશે તે મજબુત બનશે. સંયુક્ત કુટુંબ દ્વારા જે વ્યાપાર હશે તે વ્યાપારમાં લાભ મળશે. ભાઈ-બહેનનું સુખ સારૂ જોવાશે. મોસાળ પક્ષનું સુખ સારૂ જોવાશે. ફોઈ-ફુવા તરફથી લાભ મળી શકે.

આ માસમાં કર્મ ક્ષેત્ર આપનું મજબુત છે. જે ધંધો કરશો તે લાભદાયી રહેશે. ધંધામાં આવતું વારંવાર નુકશાન અટકી જશે. વ્યાપારને લઈને જે નાણા બેન્કમાંથી લીધા હોય તેની ભરપાઈ પણ થાય. ધંધામાં જે ઉઘરાણી બાકી પડતી હોય તે ઉઘરાણી પાછી મળે. ઉધારના નાણા માટે લોન વિગેરે લેવું પડે. આ પ્રમાણેના યોગો વ્યાપારને અનુલક્ષીને જોવાય છે.

નોકરીયાત વર્ગને માટે આ મહીનો લાભકારી છે. સારા લાભો મળશે. નોકરીમાં પદનો વધારો પણ થાય. નાણાકીય રીતે પણ વધારો થઇ શકે. પગાર ધોરણ વધે. બોનસ પણ મળી શકે. નોકરીમાં હળવાસ અનુભવાય. બેન્ક વિગેરેમાં કામ કરતા જાતકોને લઇને થોડી તકેદારી રાખવી પડે. ઇન્કમટેક્ષ અધિકારીઓને માટે પણ આ માસમાં વધારે ભાર પૂર્વક કામ કરવું પડે.

વિદ્યાર્થી વર્ગને ઉત્તમ તકોના યોગ જોવાય છે. અભ્યાસમાં સારૂ જોવાશે. મનની ચંચળતા ઓછી થશે. સ્થિરતા અનુભવાય. કાર્યમાં બળ મળે. અભ્યાસમાં વધારે ધ્યાન રાખવું જરૂરી છે. તો જ સફળતાની ચાવી આપને સફળ બનાવે.

સ્ત્રી વર્ગને માટે જોતા એકંદરે શુભફળ જોવાય છે. મનની આશાઓ પૂર્ણ થશે. જે કાંઈ જવાબદારી સોપવામાં આવી હશે તે જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂરી કરશો અને આપના કાર્યને બળવાન બનાવશો. દાંપત્યજીવન સુખ સારૂ જોવાશે. પતિનો પ્રેમ પ્રાપ્ત થશે. સૂર્ય નારાયણને તાંબાના કળશમાં જળ લઈને ચઢાવવું તે વધારે હિતકારી છે.

error: