Virgo (કન્યા-પ,ઠ,ણ.)

    0
    107
    (૧ મે થી ૩૧ મે ૨૦૧૯)

    પરિવારમાં નવા કાર્યોનો આરંભ થાય. પ્રોપર્ટીને લઈને કામકાજ બને. જમીન અથવા મકાનની ડીલ કરવાની હોય તો પરીવારની વ્યક્તિ વિદેશમાં હોય તો જમીન-મકાનનું કામ અટકી શકે. પ્રેમ સંબંધો માટેનો અનુકુળ સમય જોવાય. નવા સંબંધો બનેલા તૂટી શકે તેમ છે. દાંપત્યજીવન સુખ સામાન્ય રહેશે.

    સ્વાસ્થ્યની પરેશાની જોવાશે. સાથે-સાથે વાયુ પ્રકૃતિ થવાની શક્યતાઓ છે. જેના કારણે આરોગ્ય સુખાકારીમાં પરેશાનીઓનો સામનો કરવો પડે. AstroGujarati સલાહ આપે છે કે નિયમિત રૂપથી યોગ અને વ્યાયામ કરવો જોઈએ. આ તમારા માટે ઘણું લાભદાયી છે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા દુર કરવા માટેનો સહેલામાં સહેલો ઉપાય છે.

    વ્યાપારમાં સતર્કતા રાખવી વધારે જરૂરી છે. વ્યાપાર સંબંધી અથવા મિલકત સંબંધી જે કાંઈ લખાણ કરેલું હોય અને તેના કાગળો સંભાળીને રાખવા તે તમારા માટે વધારે આવશ્યક છે. તમારા ધંધા અને વ્યાપારમાં વિરોધીઓની પકડ મજબુત બને. તો વ્યાપાર ધંધામાં સારા પરીણામો જોઈ શકાય. વ્યાપારમાં નાના-મોટા સોદા પણ થાય. યાત્રાઓ પણ થાય. ધંધા માટે માર્કેટિંગ કરવાનું હોય તેના માટે પણ મુસાફરી યોગ બને.

    નોકરી-ધંધામાં જોતા મનને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તમારું પોતાનું કામબીજાના ઉપર છોડશો તો તકલીફ થાય. નવેશરથી તમારે કાર્ય કરવું પડે. ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. આ માસમાં વધારે ખર્ચને કારણે નોકરીયાત વર્ગને અંતિમ સમયમાં નાણા વિષયક ચિંતા રહે.

    વિદ્યાર્થી વર્ગને માટે જોતા ચિત્રકલા, રમત-ગમત વિગેરેમાં અને તે વિષયો ઉપર રંગમંચ ઉપર સારૂ પરફોર્મન્સ કરવાનો અવસર પ્રાપ્ત થશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના યોગો બને. કોઈપણ પ્રતિયોગીતા હોય તે પ્રતિયોગીતામાં રહેવું જરૂરી છે. જેના કારણે તમને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મોજમસ્તીનો મોકો પણ છોડવો નહી. વિદ્યાર્થી જીવન પુનઃપ્રાપ્ત થતું નથી.

    સ્ત્રી વર્ગને માટે ઘર કામકાજમાં કુશળતા બતાવો. પતિ-પત્ની વચ્ચે મીઠો પ્રેમ રહે. શૃંગાર ખરીદી કરો. સારૂ દેખાવાની હરીફાઈ કરો તેમાં તમારી જીત થાય. તમારો દેખાવ સુંદર જ હોય પરંતુ વધારે સુંદર અને કામણગારો બનાવવા માટે તમે પ્રયત્ન કરો. વશિત્વ સિદ્ધિ થાય.