Name of days and which day which works you do? (वार का नाम और कया कया किस वार को किया जाता हे |)

0
155

वार का नाम और कया कया किस वार को किया

जाता हे |

वाराः सप्त रविः सोमो मङ्गलश्च बुधस्तथा |
बृहस्पतिश्च शुक्रश्च शनिश्चेव यथाक्रमम् ||


વાર સાત છે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવા,ર શનિવાર, આ પ્રમાણે સાત વાર છે.

રવિવારે

કરવાનું કાર્ય રાજ્યાભિષેક કરવો, ઉત્સવ કરવો, યાત્રા કરવી, નોકરી, ગોવિક્રય, અગ્નિ સંબંધી કાર્ય, મંત્ર,
ઔષધનિર્માણ, ઔષધભક્ષણ, શસ્ત્ર સંબંધી કાર્ય, સોના, તાંબા, ઊન ,કાષ્ઠ, યુધ્ધ વ્યાપાર સંબંધી સર્વ કાર્ય રવિવારે કરવા.

સોમવાર

ના દિવસે કરવાનું કર્મ શંખ, જલ ની ઉત્પત્તિ, મુક્તા, ચાંદી, શેરડી નો રસ, ગોળ, મોરસ, વગેરે ખાવાના પદાર્થો, સ્ત્રી ,વૃક્ષારોપણ, કૃષિ કાર્ય, આભૂષણ ,ગીત, નૃત્ય, યજ્ઞ, દૂધ, દહીં ,ઘી, અભિનય ,પશુ સંબંધી,કુલ  અક્ષર આરંભ વગેરે કાર્ય સોમવાર કરવા જોઈએ.


મંગળવાર


ના દિવસે કરવા ના કાર્ય – ચુગુલખોરી,અસત્ય,ચોરી,વિષ સંબંધી , અગ્નિ સંબંધી,શસ્ત્ર-બંધન, ઘાત, સંગ્રામ,શઠતા, દંભ-પાખંડ,સેના-સંબંધી,ધાતુ,સોનું,પરવાળાનંગ,અને મંગળવાર ના દિવસે આ કાર્ય કરવાનું  છે.


બુધવાર

ટ્રેનિંગ વ્યાપાર અધ્યયન કલા શિલ્પ,ખેલકૂદ ચિત્ર કારી ધાતુ સંબંધી સોનું ,કાંસું સંધિ વ્યાયામ વિવાહ વિગેરે કાર્ય , બુધવાર ના દિવસે કરવા જોઈએ. ગુરુવાર

ગુરુવાર


ધર્મ નું અનુષ્ઠાન કાર્ય, યજ્ઞ કાર્ય, વિદ્યા કાર્ય,માંગલ્ય, સોનું, સંબંધી ઘરનું કામ, વસ્ત્ર, યાત્રા,રથ વિગેરે ની સવારી ઘોડાસબંધી, ઔષધ ખાવું આ બધા કાર્યો છે તે કાર્યોને ગુરુવાર ના દિવસે કરવા જોઈએ.

શુક્રવાર

સ્ત્રી સંબંધી કાર્ય શય્યા સુખ રત્નમણી ,સુગંધ, વસ્ત્ર, ઉત્સવ, આભૂષણ, ભૂમિ, વ્યાપાર ગાય, કૃષિ
સંબંધી આ બધા કાર્યો શુક્રવારે કરવા થી સિદ્ધિ થાય છે.


શનિવાર

લોઢું, પથ્થર, સીસું, અસ્ત્ર-શસ્ત્ર, નોકરી, પાપ કર્મ, ચોરી, વિષ -સંબંધી, આસવ, ગૃહ પ્રવેશ, હાથી, મંત્ર ગ્રહણ, આદિ સ્થિર કાર્યો શનિવાર ના દિવસે કરવા જોઈએ.

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें