/  Blog  /  what is laghu rudra? રુદ્રયાગ, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર.

what is laghu rudra? રુદ્રયાગ, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર.

what is laghu rudra?

રુદ્રયાગ, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર,

“રુદ્ર”  શબ્દ નો અર્થ સૃષ્ટિના મુખ્ય ત્રણ દેવ “બ્રહ્માજી” દ્વારા ઉત્પત્તિ “વિષ્ણુ” દ્વારા સ્થિતિ અને “રુદ્ર” દેવ નું કાર્ય બ્રહ્માજી ઉત્પન્ન કરેલ જીવ સૃષ્ટિ એનો સંહાર કરવો,

આ જવાબદારી ભગવાન શ્રી “મહારુદ્ર” ના માથે છે,

 દયાહીન બની ને આ કાર્ય તમને કરવું પડે છે, આ કાર્ય કરતા કરતા મહાદેવજીને  દુઃખ થયું છે, દુઃખ થતા આંખમાંથી આંસુ (રુદન) આ સ્થિતિના મહાદેવજીને  ‘રુદ્ર’ કહેવામાં આવે છે,

મહાદેવજી વૈદિક દેવ છે, વેદો દ્વારા તેમને પ્રસન્ન કરવા માટે મંત્રોની સ્તુતિ કરાય છે, તેમનું નામ ‘રુદ્ર’ છે જે સ્તુતિ કરીએ છીએ સ્તુતિ અષ્ટાધ્યાયી રુદ્રીના પાંચમાં  અધ્યાયને  ‘રુદ્ર’ કહેવામાં આવે છે,

કારણકે આ અધ્યાયમાં ભગવાન શિવજી નું વર્ણન આપેલું છે આધ્યાય “શત રુદ્રિયમ”  કહેવામાં આવે છે. આ અધ્યાયમાં શિવજીના સો સ્વરૂપોનું વર્ણન કરવામાં આવેલું છે,

‘નમઃ સભાભ્ય:’ દેવોની સભામાં સભાપતિ બનીને બેઠેલા, પાર્વતીમાતા સાથે બેઠેલા, સ્મશાન માં બેઠેલા, જટાવાળા-જટા વગરના ઉપદેશ આપતા, કવચ ધારણ કરીને બેઠેલા, આનંદમાં આવીને દુંદુભિ વગાડી રહેલા , પારધી ના રૂપમાં, હિંસક પ્રાણીઓના રૂપમાં, ભ્રમણ કરતા ભગવાન શિવ ના સ્વરૂપોનું વર્ણન આવે છે.

પાંચમા અધ્યાયને ‘શતરુદ્રીય’ કહેવામાં આવે છે . અધ્યાયમાં માં ૬૬ મંત્રો છે, શિવજીના યજ્ઞમાં બીજા બધા અધ્યાયો એક વાર ભણવામાં આવે છે અને પાંચમો અધ્યાય વારંવાર બોલવામાં આવે છે,

૧૧ વાર ભણો એટલે એક રુદ્રી ગણવામાં આવે છે,

આ પ્રમાણે ૧૨૧ વાર બોલવાથી એક લઘુરુદ્ર થયો કહેવાય,

 તેમજ ૧૩૩૧ વાર બોલવાથી એક મહારુદ્ર થયો કહેવાય  ,

૧૪૬૪૧ વાર બોલવાથી અતિરુદ્ર ગણાય,

શિવજીને સંહારના દેવ માનવામાં આવે છે,

માણસ ના મરણ વખતે ‘વાત’ ‘પિત્ત’ ‘કફ’ થી   મુક્ત કરીને મોક્ષના માર્ગે લઈ જાયછે  આઠમાં અધ્યાય ને શાંતિ અધ્યાય કહેવામાં આવે છે,

શિવજી પીડાને હરનારા છે પ્રભુમને તમારા એ સંહાર રૂપ બાણોથી બચાવો, અમને મૃત્યુના મુખ માં થી મુક્ત કરીને અમૃતા માર્ગે મોક્ષ માર્ગે લઈ જાઓ,

આ પ્રમાણે ‘લઘુરુદ્ર’ કરવાથી ‘અતિરુદ્ર’ કરવાથી ‘મહારુદ્ર’ કરવાથી ભગવાન ‘રુદ્ર’ ની કૃપા પ્રાપ્ત થાય છે (જલધારા શિવપ્રિયા) એ પ્રમાણે જળ દૂધ વગેરે પદાર્થો થી ‘રુદ્ર’ પાઠ ના મંત્રોથી શિવલિંગ ઉપર અભિષેક થાય છે તેને રુદ્રાઅભિષેક કહેવામાં આવે છે.

આ અભિષેકને ચડતા ક્રમમાં ૧, ૨૧, ૧૨૧,૧૩૩૧,૧૪૬૪૧, વિગેરે ક્રમથી અભિષેકાત્મ્ક કેહેવાય છે ,

લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર, બીજા પક્ષમાં ‘હુતમ ચ દત્તમ’ તેના આધારે હિન્દુ સનાતન ધર્મ અનુસાર પોતાના હાથે આહુતિ આપે તે પ્રમાણે આજ મંત્રોથી શિવને પ્રિય એવા તલ દ્વારા આજ મંત્રોથી હોમાત્મક લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર

હવે આહુતિ નો વિચાર કરીએ તો લઘુરુદ્ર માં ૧૯,૯૭૫ આહુતિ આપવામાં આવે છે. મહારુદ્રમાં ૨,૧૮,૫૨૬ આહુતિ આપવામાં આવે છે.

અતિરુદ્ર ની આહુતી ૨૪,૦૪,૪૮૦ આપીને ભગવાન રુદ્રની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, અન્ય દેવ-દેવીની દશાંશ આહુતિ અપાતી હોય છે, આ અનુષ્ઠાન ક્રમમાં ગણવામાં આવે છે,

જ્યારે શિવ અને વિષ્ણુને કોઈ દશાંશ ગણવાનો હોતો નથી,

સીધીજ આહુતિ આપવાની હોય છે,

માટે તે યજ્ઞ ની વ્યાખ્યામાં આવે છે,

ઉપરોક્ત રુદ્ર આહુતિ સંખ્યા પ્રમાણે ઋષિમુનિઓએ બતાવેલા હવનકુંડ માન (માપ) પ્રમાણે તેની રચના કરવાની હોય છે, તે કુડાર્ક માં બતાવેલું છે, પૃથ્વી,પ્રકૃતિ અને હવામાન બધા ઉપર વિજ્ઞાનની રીતે જોતા આ અસરકર્તા છે,

આકાશમાં કાળમાં વાદળો ઘણા હોય પરંતુ વરસાદરૂપે નીચે પૃથ્વી પર ના આવતા હોય,

ત્યારે દેવો ને આહુતિ આપીને તેમને પ્રસન્ન કરી યજ્ઞ કરવાથી વરસાદ આવે છે, દરેક ને જીવતદાન મળે છે,

મહાદેવજી વિશેષ પૂજન માં પંચવક્ર પૂજન પ્રસિદ્ધ છે શિવરાત્રીની રાત્રે વિશેષમાં આ પૂજન થાય છે,

રુદ્રયાગ માં  જેમાં પ્રકૃતિના પાંચ તત્વો સમાયેલા છે ,પંચતત્વ કહેવામાં આવે છે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ આ પાંચ તત્વો માં શિવજીના વર્ણ એટલે કે રંગ વાહન

, એમને પ્રિય પદાર્થો ,પ્રિય તિલક, પ્રિય પુષ્પ, પ્રિય નૈવેદ્ય  ચાર દિશાઓ વગેરેમાં મહાદેવજી ના કાર્યશૈલી ઉપરથી તેના કર્મો ના દર્શન થશે રુદ્ર અભિષેક રુદ્રયાગ માણસ મૃત્યુ પથારીમાંથી બેઠો થઈ શકે છે.

આ મંત્રોમાં જ્ઞાન-વિજ્ઞાન ઔષધી વીરતા વગેરે આ બધાના આજે પણ દર્શન થાય છે,

હળાહળ કળિયુગમાં ભારત દેશ થી બહાર એટલેકે વિદેશ માં થી લોકોને આવે છે,

ભગવાન રુદ્ર અને તેના રુદ્ર પાઠ ના મંત્રો નો પરિચય થાય છે,

ત્યારે પરદેશી પણ આપણા ભારત દેશમાં આવીને રુદ્ર ના પાઠ ના મંત્રો બોલતા શીખી,

તેમના ગામ ઘરે ઋષિ પરંપરા પ્રમાણે એટલું જ લયબધ્ધ રુદ્ર પાઠ નું ગાન કરે છે.

આ ભગવાન રુદ્ર એ આ દુનિયાને અનેકાનેક સ્તુતિઓ સ્તોત્રો મહામંત્રો અને મંત્રો આપ્યા છે જે વિશ્વભરમાં આજે પણ પ્રસિદ્ધ છે અને બોલાય છે ,

લઘુરુદ્ર માટે ભગવાન શિવની પ્રસન્નતા માટે કરવામાં આવે છે,

‘શિવ’ શબ્દનો અર્થ ‘કલ્યાણ’ થાય છે, કરુણાસાગર ભોળા શંકર આ કાર્યથી ખૂબ પ્રસન્ન થાય છે,

 અને ભક્તોના જીવનમાં તથા જાતકના જીવનમાં પરિવારમાં અમૃતની વર્ષા કરે છે, ‘લઘુરુદ્ર’ માટે 11 બ્રાહ્મણનું વરુણ કરવામાં આવે છે,

પાંચ બ્રાહ્મણો સહાયક હોય છે,

આ જ પ્રમાણે ૧૧ બ્રાહ્મણો ૧૨૧ વખત પઠન કરો એક લઘુરુદ્ર કહેવામાં આવે છે.

આ બાબતે જો તા અલગ અલગ અલગ રીત ના બતાવેલું છે,

 કોઈ મહિમ્નસ્તોત્ર થી કરે છે,

 તો કોઈ અષ્ટાધ્યાયી રુદ્રી થી કરે છે,

 તો કોઈ નમક ચમક વગેરેથી કરે છે,

 આ પ્રમાણે બધા કરે છે,

હોમાત્મક પ્રમાણે કર્મ થતું હોય છે પ્રથમ સંકલ્પ થી આરંભ કરીને પૂર્ણાહુતિ પર્યંત બધું કાર્ય થાય છે ,

જન્મના ગ્રહો જો તમારા નબળા હોય તો અશુભ પરિણામ આપતા હોય તો લઘુરૂદ્ર ખાસ કરીને કરાવવો જોઈએ,

આ કરાવવાથી ભગવાન શિવની અપાર કૃપા પ્રાપ્ત થાય છે,

જેમાં ‘લઘુરુદ્ર’ ‘મહારુદ્ર’ ‘અતિરુદ્ર’ વિગેરે તમે કરાવી શકો છો,

જે પ્રમાણે તમારી શક્તિ હોય તે પ્રમાણે તમારે યજ્ઞ કરાવો,

જાતકના જીવનમાં આ ભગવાન રુદ્ર નો યજ્ઞ એક વખત તો દરેક વ્યક્તિએ કરાવવો જોઈએ,

 ભગવાન શિવની કૃપા તમારું કલ્યાણ કરનારી છે,

તમારી પેઢી દર પેઢી ને ઉજાગર કરનારી છે,

જીવનમાં આવતા સંઘર્ષોમાં સફળતા આપનારી છે,

 કોર્ટ-કચેરીમાં વિજય આપનારી છે, આરોગ્ય સુખાકારી સારી રાખનારી છે, તેમજ બાળકોને અભ્યાસ જે કરતા હોય તેમને પૂર્ણ વિદ્યા આપનારી છે,

આમ એકંદરે આ યજ્ઞ કરાવવો જોઈએ યજ્ઞ કરવા માટે અમારો પણ તમે સંપર્ક કરી શકો છો.

ચંદ્રેશકુમાર પી ભટ્ટ વલ્લભ વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે મોટા બજાર વલ્લભ વિદ્યાનગર 38 81 20 ફોન નંબર ૯૯૧૩૩૯૯૯૯૮

આ પ્રમાણે સવારના 11થી 5 ના ટાઈમ તમે કોલ કરી શકો છો,

 પ્રભુ શિવજી આપનું આરોગ્ય સારું રાખે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના તમે આ લેખ વાંચ્યો તે બદલ ધન્યવાદ ઓમ નમઃ શિવાય

સમુદ્રમંથનમાંથી 14 રત્નો નિકળ્યા તેમાં

હલાહલ વિષ મહાદેવે પીધું,

કામધેનુ ગાય યજ્ઞ કરવા માટે ઋષિમુનિઓને આપી,

કૌસ્તુભમણિ ભગવાન વિષ્ણુએ ધારણ કર્યું,

અપ્સરા રંભા ઈન્દ્રને હવાલે કરી,

લક્ષ્મીજી સ્વયં નારાયણને વર્યા,

 વારુણી કન્યા અસુરોએ લીધી,

 ઐરાવત હાથી ઇન્દ્ર એ લીધો,

કલ્પવૃક્ષ ઇન્દ્રએ લીધું,

પંચજન્ય શંખ શ્રીકૃષ્ણ લીધો,

ચંદ્રદેવ ને આકાશમા સ્થાન આપ્યું,

ધનુષ્ય દેવો એ પ્રાપ્ત કર્યો,

અશ્વ બલિરાજાએ લીધો,

ધન્વંતરી અમૃત કળશ લઈને આવ્યા,

અમૃત બુદ્ધિબળનો પ્રયોગ કરીને દેવોએ ગ્રહણ કર્યો,

જાણવા જેવું  

બ્રહ્માસ્ત્ર એટલે અણુબોમ

પાશુપતાસ્ત્રમ  ત્રિશુલ મિસાઈલ

નારાયણાસ્ત્રમ પરમાણુ બોમ્બ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: